________________
461 – ૩૯ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 ૪૦૧ ઉપકારી પણ આપી શકતા નથી. * બધાને મોક્ષમાં મોકલવાની શ્રી તીર્થંકરદેવોના આત્માની તો ઘણીયે ઇચ્છા હતી, પણ જવા માટે આવે અને આજ્ઞાનુસારી અખંડિત ઉદ્યમ કરે એને મોકલે કે પાર્સલ કરીને મોકલે ? ઉપકારીઓ ઘણુંય ઇચ્છે છે કે બધાય સાધુ થાય અથવા યોગ્ય સ્થળે જઈને ધર્મ સમજે, પણ થાય અને આવે તો ને ? આથી સમજો કે, સ્વભાવનું પરિવર્તન એ અશક્ય વસ્તુ છે.
અનંત શક્તિના ધણી શ્રી તીર્થંકરદેવો પણ આયુષ્ય વધારી કે ઘટાડી ન શકે. સ્વભાવને પેદા કર્યા પછી એ તારકો ભલે અનંતકાળ જીવે, પણ આયુષ્યના બંધનમાં તો પરિમિત જ જીવે. સિદ્ધિસ્થાનમાં એ સાદિ અનંતભાગે રહે એ કબૂલ, પણ શરીરમાં તો અમુક વર્ષો જ જીવે, પણ બહુ ઉપકારી છે માટે બહુ જીવે એમ નથી. એ તો નિયત કાળ જ જીવે અને આ વસ્તુને અનંત શક્તિના સ્વામીઓ પણ કબૂલ રાખતા, પણ આજની તો દશા જ કોઈ જુદી છે; આથી જ કહું છું કે, કર્મની સત્તામાં રહેવું અને સ્વતંત્રતાની બાંગ પોકારવી એના જેવી બેવકૂફી બીજી એક પણ નથી. કર્માધીન જીવોને સ્વાતંત્ર્ય કેવું?
કર્મવશવર્તી જીવો માટે જન્મવામાં, ખાવાપીવામાં, હાલવા-ચાલવામાં બધે જ પરતંત્રતા છે. સ્વતંત્રતા છે ક્યાં? મહા મૂર્ખતાના યોગે કોઈ પોતાને મનથી શહેનશાહ માને, તો તેમ કરતાં તેવાઓને કોઈ રોકતું નથી, પણ તેઓએ સમજવું જોઈએ કે, કર્મની આધીન અને આધીન થયા પછી સ્વતંત્રતાની વાતો કરવી એ ફોગટ છે. માટે જો સ્વતંત્ર બનવું હોય તો ધીમે ધીમે કર્મની આધીનતાથી છૂટવા માંડો; પણ નાચવું કર્મને આધીન અને કહેવરાવવું સ્વતંત્ર, એ કદી જ નહિ બને. ખાવાની ઇચ્છા કોને આધીન ? માનો કે, ભૂખ લાગે માટે ખાવાની ઇચ્છા થાય, પણ અમુક જ ખાવું એ શું? આ તો કર્મની સામે થવું નથી એને સ્વતંત્રતાની બૂમ મારવી છે, એ કઈ જાતનો ચાળો ? કહેવું જ પડશે કે, ભયંકર મોહનો જ એ ચાળો છે. લોભ કષાયને આધીન થઈ, પૈસામાં આસક્ત થઈ એ આસક્તિને પોષવા અનીતિ આદિ કરે ! અને પરિણામે ભયંકર અંતરાયો બંધાય !
શું એમ માનો છો કે, અનીતિથી, જૂઠથી કે પ્રપંચથી લક્ષ્મીવાન બનાય ? શું લક્ષ્મી મોં જોઈને આવે છે ? આ બધું કહેવાનો મુદ્દો એ છે કે, આજના લોકો વિચાર કર્યા વિના ઊંધા જ બાઝે છે. શું તમે ગુલામો કદી જ સુખી સાંભળ્યા છે? વળી પરાધીન ગુલામો સ્વતંત્રતાની વાતો કરે, એ ક્યાં સુધી નભે ? એથી