________________
507 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 — ૫૦૭
કરે તેમ એ સાધુ ન કરે. પોતાના સ્વાર્થ માટે એવાઓ કોઈને ગરદન મારે, પણ સૌધુને તો સ્વપ્નામાં પણ એ ભાવના ન આવે; માટે જગદ્ગુરુપદે બેસવા એ લાયક છે. મોટામાં મોટા સમ્રાટનું પણ શિર ત્યાં ઝૂકે, પણ જેણે અભ્યાસ કર્યો હોય તેનું શિર ઝૂકે ને ?
અકબર બાદશાહ નમ્યા શી રીતે ? ચંપાબાઈની છ મહિનાની તપશ્ચર્યા સાંભળીને. પહેલાં તો બાદશાહ આશ્ચર્ય પામ્યા; ‘આ કેમ થાય ? કઈ રીતે થાય ?’ એમ એ બાદશાહને થયું; પણ તરત મનમાં થયું કે લોક કહે છે કે છ મહિનાના રોજા કર્યા છે. તપાસ ક૨વાની જિજ્ઞાસા જાગી. વિનયપૂર્વક, પ્રશંસાપૂર્વક (મનમાં ઇરાદો પરીક્ષાનો હતો) મહેલમાં રાખી, ચોકી મૂકી અને જ્યારે જણાયું કે, સત્ય છે એટલે તરત હાથ જોડ્યા.
-
એ કહે છે કે, ‘હું એક માસના રોજામાં કાયર થાઉં છું, તું છ મહિનાના રોજા તેમાં માત્ર ગરમ કરી ઠંડું કરેલું પાણી અને તે પણ દિવસના જ લેવાનું આવા રોજા કેમ કરી શકી, બેટી !' ચંપાબાઈ કહે છે કે, ‘મારા વીતરાગદેવ અને શ્રી હીરવિજયસૂરિ જેવા ગુરુના પ્રતાપે !' આ સાંભળી બાદશાહે તરત જ એ ગુરુને બોલાવ્યા અને ધર્મ પામ્યા, પણ આ બધી તપાસ કરી અભ્યાસ કર્યો તો ધર્મ પામ્યાને ! ‘છ મહિનાના ઉપવાસ ! બેવકૂફ છે, નાહકનું શરીર બગાડે છે.’ એમ કહી દેત તો એ ધર્મ પામત ? અહિંસા પામત ? નહિ, પણ પુણ્યશાળી બાદશાહે તો એમ કહ્યું કે, ‘હું એક માસના સહેલા રોજામાં કાયર થાઉં છું અને તેં છ મહિનાના આવા કઠિન રોજા કર્યા. ધન્ય છે તને !' એમ કહીને હાથ જોડ્યા. જ્યારે આજના પાગલો તો કહે છે કે, ‘હું ધર્મ ન કરું અને તું કરી શકે ? ખોટી વાત !' આવાઓ તો આ શાસન, આવો ધર્મ, આવાં સુંદર તત્ત્વો શી રીતે પામે ? એ મુસલમાન બાદશાહ સારો કે આ પાગલો સારા, તે વિચારો ! તપની વાત આવે એટલે આજના દિવસ ને રાત ખાવાની ચક્કી ચાલુ રાખનારા, આખો દિવસ વાગોળ્યા કરનારા અને એનું સમર્થન કરનારા કહે છે કે, ‘જોયા હવે !' છ મહિના ન ખાવું એટલે શું ?
બાદશાહ પામ્યો એનું કારણ કે, એ એના રોજામાં માનતો હતો. આજના આ લોકો તો ધર્મ જેવી વાતમાં કશું માનતા જ નથી. આજના આ ઉલ્લંઠો એવા સ્વચ્છંદી બન્યા છે કે, એમની જાત પણ શોધી જડતી નથી ! ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ, એવાને પોલીસ પણ પકડીને કરે શું ? એ તો કોર્ટમાં પણ કહે કે, ‘પોલીસ ઉપકારી કે મને પકડ્યો, આપ મહાઉપકારી કે મારો ગુનો સાંભળ્યો, અને સજા કરવા માટે તો આપનો મોટો આભાર, મને બેસવા ક્યાંય