Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 548
________________ 527 ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 શ્રી જિનેશ્વરદેવના વચનમાં, એ તારકના માર્ગમાં અને એ જ માર્ગે વિચરતા મહર્ષિઓના વચનમાં શંકાને સંભવ નથી, કારણ કે, શંકા બનાવટી વસતુમાં હોય, પણ કુદરતી વસ્તુમાં ન હોય. ૫૨૭ ધ્યાનમાં રાખજો કે, આત્માનું સ્વાભાવિક સ્વરૂપ પ્રગટ કરવા શ્રી જિનેશ્વરદેવનું શાસન સર્જાયેલું છે. પુદ્ગલના યોગે પ્રગટેલા દોષોથી છૂટવા અને આત્મસ્વરૂપને પામવા શ્રી જિનેશ્વરદેવે તીર્થ સ્થાપ્યું છે. પોતાને તીર્થ સ્થાપવું છે તે માટે એ તા૨ક નથી સ્થાપતા. દુનિયાને કંઈ નવું કહેવાની એ તારકની ઇચ્છા નથી. જ્યાં સુધી ઇચ્છા વિદ્યમાન હોય છે ત્યાં સુધી તીર્થ સ્થાપવાનો અધિકાર પણ નથી. શ્રી તીર્થંકરદેવો પણ ઇચ્છા માત્રનો અભાવ થયા બાદ જ તીર્થને સ્થાપે છે, એટલે ઇચ્છા વિના જે વસ્તુ જે સ્વરૂપે હતી તે સ્વરૂપે કહી. ઇચ્છા કેમ નથી ? તો કહેવું પડશે કે, રાગ, દ્વેષ અને મોહ નથી માટે ઇચ્છા નથી. માટે જે વસ્તુ ન હોય તે કહેવાનું કારણ તો નથી જ, પણ એવી વસ્તુ એ તારકના મુખમાંથી નીકળતી જ નથી. કેમ કે, એ તારકનો કોઈ સ્નેહી નથી કે કોઈ દુશ્મન નથી અને એ તારકને મૂંઝવનારી પણ કોઈ વસ્તુ નથી. જ્ઞાનચક્ષુમાં જે વસ્તુ જે સ્વરૂપે દેખાઈ તે વસ્તુ તે સ્વરૂપે કહી. એમ કરીને એ તારકે અનેકને મોક્ષમાર્ગે લાવીને મોક્ષે પહોંચાડ્યા. એ તારક તો મોક્ષમાર્ગ કહેં પણ પામે તો ભાગ્યવાન આત્મા જ. જે આત્મા નિર્ભાગી હોય તે ન પામે. અન્ય દર્શનોમાં સુખ-દુઃખના દાતા ઈશ્વર મનાય છે, પણ પ્રભુશાસનમાં એમ નથી મનાતું. ઈશ્વર જ જો સુખદાતા હોત તો કોઈને • પણ દુઃખ કેમ જ આપત ? દુનિયાનો કોઈપણ જીવ દુ:ખી થાય એવી તમને પણ ઇચ્છા થાય છે ? નહિ જ. તો પછી જો દુનિયાને સુખ દેવું તથા દુઃખ દેવું એ ઈશ્વ૨ના હાથે સર્જાયેલું માનીએ, તો માનવું જ પડશે કે, ઈશ્વરમાં પણ ખામી છે. જ્યાં કોઈને પણ દુઃખ દેવાની ઇચ્છા થાય ત્યાં દયાનો અભાવ નક્કી થાય છે. વળી જેનામાં સુખ આપવાની શક્તિ હોય તે દુ:ખ કેમ જ આપે ? તમારામાં પણ જો સુખ આપવાની તાકાત હોય, તો તમને પણ કોઈને દુઃખ દેવાની ઇચ્છા ન થાય, તો ઈશ્વરને કેમ જ થાય ? આથી જ એવી માન્યતાનો સ્વીકાર પ્રભુશાસનમાં નથી. એટલે જ માનવું પડશે કે, જે વસ્તુ જે સ્વરૂપે કહેવાયેલી છે, એ વાત જો વિચારીએ તો બુદ્ધિમાં ઊતરે તેવી છે, માટે એ તારકના વચનમાં શંકાને સ્થાન જ નથી. એ તારકના વચનમાં શંકા કરવી એ પાપ છે. ૫૨મ વીતરાગ શ્રી જિનેશ્વરદેવે કહેલી વાત ગળે ન ઊતરે એટલે એ નથી, એમ કહેવામાં મિથ્યાત્વ કેમ ? એ પ્રશ્ન કોઈ પૂછે તો કહેવું પડે કે, મિથ્યાત્વ

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598