Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 532
________________ ૫૧૧ નહિ અને શ્રીસંઘરૂપ મેરૂ ચળવિચળ પણ થાય નહિ. એ પીઠને પોલી ક૨ના૨ પાઁચ દોષોમાં શંકા એ મુખ્ય દોષ છે. 511 ૩૯ : આજની વજૂદ વિનાની વાતો 39 - શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રી જિનેશ્વરદેવના માર્ગને અનુસરનારા મહાપુરુષો જે જે બતાવે, તે તે વસ્તુમાં શંકાને સ્થાન નથી, કારણ કે, એક પણ બનાવટી વસ્તુ પ્રભુશાસનમાં કહેવાઈ નથી, છતાં પણ મોહવશાત્ શંકા થાય તો એના નિવારણના ઉપાયો પણ પૂર્વ મહર્ષિઓના આધારે કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે દર્શાવ્યા છે, તે પણ આપણે જોઈ ગયા. · ‘મતિની દુર્બળતા, તેવા સમર્થ જ્ઞાનીનો અભાવ, જ્ઞેય વસ્તુની ગહનતા, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને વસ્તુની સિદ્ધિ માટે હેતુ તથા દૃષ્ટાંતનો અભાવ’ આ પાંચ કારણે વસ્તુ ન સમજાય એ સંભવિત છે. ત્યાં એક જ વિચા૨ કરાય કે, જે પરમતા૨ક નિષ્કારણ ઉપકાર કરવાને સજ્જ છે, જેમના રાગ, દ્વેષ અને મોહનો નાશ થઈ ગયો છે, તેવા અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોને જે જેવું ન હોય તે તેવું કહેવાનું કંઈ પણ કારણ નથી; માટે એ તા૨કે ફ૨માવેલી કોઈ પણ વસ્તુ ન સમજાય ત્યાં પોતાની મતિની મંદતા છે, પોતાને તેવા જ્ઞાનીના યોગનો અભાવ છે, શેયતત્ત્વોની ગહનતા છે, પોતાને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, અને હેતુ તથા દૃષ્ટાંત ન પણ મળે એ સંભિવત છે, આ પ્રમાણે વિચારીને સમ્યગ્દષ્ટ આત્મા ઉત્પન્ન થતી શંકાને જરૂ૨ શમાવી દે; પણ નાહક શંકિત થઈ, મળેલી ઉત્તમ સામગ્રીને હારી ન જાય, કારણ કે, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ કહે છે કે, ‘સૂત્રના એક પણ અક્ષરને જે ન સદ્દહે તે સભ્યષ્ટિ મંટી મિથ્યાદૃષ્ટિ બને છે.' માટે સમ્યક્ત્વનો નાશ કરનારી અને મિથ્યાત્વને લાવનારી શંકા કરવી જ ન જોઈએ. કારણ કે, પ્રભુશાસનમાં એક પણ વાત એવી નથી કે, ‘આ માનું અને આ ન માનું' એમ કહ્યુ ચાલે. એક પણ અંગ કે ઉપાંગ વિના શરીર અખંડ ન કહેવાય, પણ એ શરીર ખંડિત જ કહેવાય. ઇતર દર્શનો એક-એક નયને પકડી બેઠાં છે, જ્યારે શ્રી જૈનદર્શનમાં તો બધા જ નયનો સમાવેશ છે. એમાં એક પણ અક્ષર વસ્તુ સ્વરૂપનો ઘાતક આવતો નથી. પંચાંગી, મૂળમાંથી જ જન્મેલી છે. પંચાંગીમાં કહેલી એકેય વાત એવી નથી કે, જે સદ્દહવા યોગ્ય ન હોય. શંકામાંથી સ્વચ્છન્દતાનો જન્મ ! બીજા દોષ કાંક્ષા વગેરે છે, પણ શંકા ન હોય તો બીજા દોષો આવવાનો સંભવ નથી. શ્રી જિનેશ્વરદેવ તો જગતના જે પદાર્થો જેવા છે, તે પદાર્થોને તે

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598