________________
૫૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
56. અને પછી કરે ભેગાં, એ જ કે બીજું ? શું એ આદર્શ પ્રેમ ! આદર્શ પ્રેમને ઉત્તેજન આપનારાં આ પુસ્તકો ! જિંદગી સુધી ઝૂરે ત્યાં આદર્શ પ્રેમ એ ગણાવે છે. શાસ્ત્રકાર તો એવાઓને અજ્ઞાન અને મોહાંધ કહે છે. એટલું જ ઝૂરવું જો પરમાત્માના માર્ગની આરાધના માટે થયું હોત, તો આત્મકલ્યાણ થઈ જાત..
અઢી હાથના ખોખાની ચિંતામાં આર્દશ પ્રેમ કે આત્માના અનંત ખજાનાની વિચારણામાં આદર્શ પ્રેમ ? આજની નવલકથામાં વૈરાગ્યનાં ઝરણાં છે ? કદી. ક્યાંય હશે તો તે જુદી જાતનાં. ઘરબહાર નીકળી ગયો હોય, જો કદાચ વૈરાગ્ય થોડો છાંટ્યો હોય તો ત્યાં વળી આત્મતત્ત્વની ચિંતા પણ છે. પણ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરાદિની એમાં વિચારણા છે ?
સભાઃ એ ધ્યેય નથી. ત્યારે એવું અમને વંચાવવું છે ? જેનો નિષેધ તે વંચાવવું છે ?
વળી આજના ઇતિહાસકારો પણ શું સર્વદેશીય છેઆજે એવી પણ બૂમ મારવામાં આવે છે કે, “ઇંગ્લેન્ડનો ઇતિહાસ ન શીખવો, પણ દેશનો શીખવો. જો ઇતિહાસકારો સર્વદેશીય હોય, તો પછી આ બૂમરાણ કેમ ? આજે ઓ લોકો પણ કહે છે કે, “ઇંગ્લેન્ડના ઇતિહાસે તો અમને પાગલ બનાવ્યા; એ ઇતિહાસકાર તો એમનું જ ગાય ! જ્યારે આમ છે તો પછી ઇતિહાસકારની પ્રામાણિકતા ક્યાં રહી ?
એક જણ તો કહે છે કે, “અમુક ઇતિહાસમાં એ રાજાનું નામ નથી માટે એ જૈન હતો એની ખાતરી શી ? જો એમ કહે તો ઇંગ્લેન્ડના ઇતિહાસકારો માટે બૂમરાણ શી ? વારુ ! હિન્દુસ્તાનના ઇતિહાસમાં ઇંગ્લેન્ડના રાજાઓની, કવિઓની કે જાણીતી વ્યક્તિઓની નોંધ નથી માટે એ ન માનવા? વર્તમાનમાં ઇતિહાસ લખાય છે એમાં ઘણું ખોટું છે, જે લખવામાં આવે છે તે વર્તમાનમાં પણ પ્રચલિત નથી, કેવળ ગપ્પાં માર્યા છે, હવે આવી ચીજોનો અભ્યાસ અમારે શા માટે કરવો ? અમને જરૂર લાગે અને તેવાઓને ખોટા પાડી સત્યને જાહેર કરવા માટે દૃષ્ટિપાત કરીએ પણ ખરા, બાકી ખગોળ બધું જ જૈનદર્શનમાં છે; અમારે બહારની ખાસ જરૂર શી છે ?
આથી કહેવાનું એ છે કે, પ્રભુશાસને કહેલી વસ્તુ જેનામાં ન હોય તે સંઘમાં રહી શકે નહિ. સંઘના નામે કોઈપણ કાર્યવાહી કરતાં પહેલાં જાતને સંભાળવાની જરૂર છે. જે આત્માઓમાં શંકાદિ પાંચે દોષોનું સામ્રાજ્ય હોય, એ જાંતિજૈન ભલે હોય, પરંતુ ગુણથી કે ધર્મદ્રષ્ટિથી એ જૈન રહી શકતો નથી. જાતિજૈન સાથે મેળ