________________
૪૮૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ –
વ88 મિત્રને બરાબર સાચા સ્વરૂપમાં ઓળખાવો ! આમ કરવામાં તમે પાછા પડો છો એટલે તમારી એ શિથિલતાના પ્રતાપે એમની પાપવૃત્તિ ફાવે છે. માટે એમની શબ્દજાળમાં તમે ભૂલેચૂકે પણ ફસાઓ નહિ અને બીજાને ફસાવી દો નહિ ! બાકી એવાઓને ધર્મ સાથે જ વેર છે. એવાઓને ધર્મની જ દરકાર નથી.
છવ્વીસ પૈકીની છેલ્લી પત્રિકા બહાર પાડ્યા પછી યુવક સંઘમાંનો એક યુવક લખે છે કે, “અમે એ જાણતા નથી.” કેમ નથી જાણતા ? છો તો ભેગા! વારુ ! આપોને નોટિસ ! અથવા લો પ્રાયશ્ચિત્ત !! પણ એ નહિ. આ તો બધી પૉલિસી છે, કારણ કે, એ ટોળું ભયંકર છે. જ્યાં જ્યાં એવા સુધરેલાનું નામ આવે, ત્યાં સમજી લેવું કે, કાંઈક સ્વાર્થ છે. એમની લેખનશૈલી ઉપર એક લેશ પણ મૂંઝાવા જેવું નથી, કારણ કે, દેખાવથી એમાં ઉપરથી મીઠું પણ અંદરથી. વિષમય હોય છે. એ જ કારણે એ કવિ કહે છે કે –
+ “દુર્જનની જિદ્દાના અગ્રભાગ ઉપર મધ રહે છે પણ તેના હૃદયમાં તો હળાહળ ઝેર રહે છે.” - ખરે જ, આ ઉક્તિને આજના શાસનદ્રોહી દુર્જનો આબાદ રીતે ચરિતાર્થ કરી રહ્યા છે ! એટલે આપણી તો એક જ ફરજ છે કે, એ પાપાત્માઓના પ્રપંચમાં નહિ ફસાતાં ઉપકારીઓના કથન મુજબ સર્વજ્ઞ શાસનમાં રહેલ સૂત્રના એક પણ અક્ષરમાં અરુચિ ન થાય. એ જ રીતે આપણે આપણું જીવન ઘડવું જોઈએ.
+ “પુ તિષ્ઠિતિ નિહા, હવે તુ દત્રાદિસ્ટમ્ !”