________________
500
૫૦૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – નહિ વર્તતાં પોતાની મરજી મુજબ વર્તે એ સંઘ ન કહેવાય અને આજ્ઞાનો વિરોધ કરે એ તો સર્પ કરતાં પણ વધુ ભયંકર કહેવાય. - આવું સાંભળીને એવું કહેનારા પણ છે કે, “સંઘને આમ કહેવાય ? તો એનો ઉત્તર એ છે કે, શ્રીસંઘને કહે છે કોણ? શ્રીસંઘના સેવકપણાનો તો અમારો દાવો છે. શ્રીસંઘના તો અમે ઉપાસક છીએ. વિરોધીઓના કહેવા મુજબ સંઘને નહિ માનવાનું વ્યાખ્યાન ચાલે છે – એવું ન માનતા; કારણ કે, “કયા સંઘને માનવો એનું વ્યાખ્યાન ચાલે છે : એટલે કે, “જૈનશાસનમાં કોને માનવા, પ્રભુશાસનમાં કોણ રહી શકે, એ સમજાવવા માટે આ વ્યાખ્યાન ચાલે છે. માટે જ જેમ તેમ બોલનારાઓને તમારે કહી દેવું જોઈએ કે, હજુ તમારે બોલવાની તો વાર છે, કારણ કે, બોલતાં પહેલાં તમારે પ્રભુશાસનમાં રહેવાની લાયકાત મેળવવી જોઈએ ! ઘરમાં વિધિસર પ્રવેશ કર્યા વગર અભિપ્રાય કેમ જ અપાય ? ' . ઓળખતા નથી! સભાઃ એવાઓના અભિપ્રાય લે પણ કોણ ?
અરે ! વગર માગ્યે આપે છે ! કાયદા ભણેલા તો પૈસા લઈને સલાહ આપે છે, પણ આ તો એવા ઉપકારી (?) છે કે, વગર માગ્યે સલાહ આપે છે ! સંસાર ઉપરથી નજર ખસેડી, ઘરબાર ભૂલી, વિષયકષાય આઘા મૂકી સાંભળે તો શ્રી જિનેશ્વરદેવનું શાસન એવું સુંદર છે કે, તરત ગળે ઊતરે; પણ આમને તો વિષયની વાસનાઓ ગળા સુધી એવી વળગી છે કે, જેની હદ નથી. એના જ યોગે તેઓ કહે છે કે, “ત્યાગની વાત કરી કરીને આ સાધુ શું કરવા માંગે છે ? વીસમી સદીમાં આવી મજેની સુખસામગ્રી મળી હોવા છતાં મેળવવાના ઉપાયો બતાવવાને બદલે છોડવાનું જ કહે છે. દુનિયામાં જન્મેલાને દુનિયાની ચીજો જોયા વિના ઉપાડી લેવાનું આ સાધુને મન થાય છે, થયું છે શું !” આવી ભાવનાવાળાઓ શ્રી જિનેશ્વરદેવને, એમના સાધુને તથા એમના માર્ગને ઓળખી શકતા જ નથી. માતા-પિતા જેવું જૈનશાસન !
શ્રી તીર્થંકરદેવે આ શાસન એટલા માટે જ સ્થાપ્યું છે કે, દુનિયામાં જન્મેલાને દુનિયાના વિષય-કષાયમાં ફસાય તે પહેલાં જ બચાવી લેવા. વ્યવહારમાં પણ વિચાર કરો કે, અંગારા લેવા જતા બાળકને મા જવા દે કે અટકાવે ? માટી કે કોલસા જો બાળક મોંમાં ઘાલે, તો મા આંગળી નાખીને કઢાવે કે ખાવા દે? કહો કે, એમ કરતાં બાળકને અટકાવવાનો માને હક્ક છે, કારણ કે, શરૂઆતમાં કાઢવા માત્રથી જ પતે, પણ એમ કરવામાં જો મા