________________
443
૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી -35- ૪૪૩
આત્માનો ગુણ છે.
રાગ એ આત્માનો વિકાર છે અને વિરાગ એ આત્માનો સ્વભાવ છે, એટલે જ્યાં વિકારરૂપ રાગ હોય ત્યાં દુઃખ છે અને સ્વભાવરૂપ વૈરાગ્ય હોય ત્યાં સુખ છે. વૈદકમાં પણ એ વાત સમથયેલી છે કે, ‘દૂધમાં સાકર વગેરે નાંખવાથી વિકાર થાય છે, ત્યારે એકલું દૂધ ફાયદો કરે છે.’ આ તો એક હું સામાન્ય વાત કરું છું. આથી દૂધ પીવા મંડી પડવાનું કહેતો નથી. અહીં આપણો કહેવાનો મુદ્દો એટલો જ છે કે, વિકારથી હાનિ છે. સારાં દ્રવ્યો ભળે તો ગુણ વધારે, પણ ખરાબ દ્રવ્યો ભળે તો ગુણ ઘટાડે, પણ મૂળ સ્વભાવ તો કાયમ જ રહે.
A
હવે વિચારો કે, આત્માનો ગુણ રાગાંધાવસ્થા કે વિરાગાવસ્થા ? મારું મારું કરી મરવું, એ આત્મગુણ કે મારું મારું છોડવું એ આત્માનો ગુણ ? " एगोहं नंत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ
एवं अदीणमणसा, अप्पाणमणुसासइ ।।१।।
“હું એકલો છું, મારું કોઈ નથી હું કોઈનો નથી,” આ રીતે અદીન મનથી - જરા પણ દીનતા કર્યા વિના આત્માનું અનુશાસન કરે.
-
एगो मे सासओ आप्पा, नाणदंसणसंजु । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ।।२।।
મારો આત્મા એકલો છે, શાશ્વત છે. જ્ઞાન, દર્શનથી યુક્ત છે, બાકી બધા સંયોગથી વૃંદા થયેલા બાહ્ય ભાવો છે.
संजोगमूला जीवेण, पत्ता दुःक्ख परंपरा ।
तम्हा संजोगसंबंध, सर्व्व तिविहेण वोसिरिअं ||३||
સંયોગ જેના મૂળમાં છે એવી દુ:ખની પરંપરા જીવે પ્રાપ્ત કરી છે તેથી સંઘળાય સંયોગ સંબંધોને મન, વચન અને કાયાથી વોસિરાવું છું.
આવી ભાવનાને કરનાર આત્માઓ કયા હૃદયથી એમ કહે કે, આ સઘળાય બંગલાઓ અને બગીચાઓ મારા છે ? અને કદી વ્યવહારદષ્ટિથી જ્યાં સુધી પોતે તે વસ્તુઓના સંબંધમાં છે ત્યાં સુધી તે વસ્તુઓને પોતાની કહેવી પડે, તો પણ તે તે વસ્તુઓને હૃદયથી પોતાની કઈ રીતે માને ? ન જ માને, પણ કદાચ મોહના યોગે જેટલા પ્રમાણમાં તેમ મનાઈ જાય, તેટલા પ્રમાણમાં તેના હૃદયમાં પશ્ચાત્તાપ ચાલુ જ હોય. આથી જ યોગ્યને વૈરાગ્ય કેમ થયો એમ ન પુછાય, પણ તે કેમ નથી થતો એમ જ પુછાય. સાબુ લગાવવાથી ઊજળું વસ્ત્ર