________________
398
૩૯૮
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ છે. દિવસો ગયા તે ગયા. હવે રહેલા દિવસોમાં સાંધો તોયે ઘણું, જેથી અહીં પણ સુખ થાય, પરલોક નિયમા સુધરે અને પરિણામે મોક્ષ નિશ્ચિત બને. ધર્મના પાંચ આશયઃ
૧. પ્રણિધાન, ૨. પ્રવૃત્તિ, ૩. વિધ્વજય, ૪. સિદ્ધિ અને ૫. વિનિયોગ. આ પાંચ ધર્મના આશયો છે. ધર્મ આ આશયમાંથી ઉત્પન્ન થાય, પ્રચાર પામે અને ફળે. કર્તવ્યપણાનો નિશ્ચય તે પ્રણિધાન. “આ જ કર્તવ્ય” એવો અખંડ . વિશ્વાસ તેનું નામ પ્રણિધાન. એ પ્રણિધાન વિના ઇચ્છિત પ્રવૃત્તિ. ન થાય, રત્નત્રયી (સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સુધર્મ) એ જ ઉપાસ્ય. (શ્રી અરિહંત '. એ જ દેવ, નિગ્રંથ એ જ ગુરુ અને શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો ધર્મ એ જ ધર્મ, એ તત્ત્વત્રયી !) સુદેવ, સુગુરુ, સુધર્મ સવ્ય અને સમ્યગદર્શન, જ્ઞાન અને . ચારિત્ર એ જ લેવા લાયક તથા સંસાર છોડવા લાયક, એવો નિશ્ચય એ જ. પ્રણિધાન. એ દેવ; ગુરુ; ધર્મને સેવતાં બધું જાય તોયે સમ્યગુદૃષ્ટિને મૂંઝવણ ન થાય, પણ અશુભોદયે જાય તોય એ તો માને કે, “જવાનું હતું તે ગયું, મારું હોત ... તો ન જાત” - આ પ્રણિધાન છે. પ્રણિધાન આવે તો જ શુભ પ્રવૃત્તિ સાચા સ્વરૂપે આવે. પ્રણિધાન નથી એટલે જ શુભ પ્રવૃત્તિ પકડાતી નથી. આમ કરું અને આમ થાય તો ?' એમ થયા જ કરે, એટલે પ્રવૃત્તિ ન થાય.શ્રી તીર્થંકરદેવ જેવા પણ સંયમ લેવા નીકળે, એ વખતે એ તારકનાં કુટુંબીઓ પણ રડે છે; છતાંય ભગવાન માને છે કે, એ તો રોવાના એ નિશ્ચિત છે. મોહનો ત્યાગી નીકળે એટલે રાગી રડે જ; મરનાર મરે એટલે પાછળનાં અજ્ઞાનો પોક મૂકે જ, એ નિશ્ચિત જ છે. આયુષ્ય પૂરું થાય એ મરે, એ જેમ નિશ્ચિત છે તેમ પાછળનાં અજ્ઞાની રોવાનાં, એ પણ નિશ્ચિત છે. આથી ત્યાગની પાછળ રાગી રડે એ કાંઈ નવું નથી પણ જૂનું છે; ક્યારથી ? ત્યાગ જન્મ્યો ત્યારથી !
સભા અત્યારે તો રાગી ન હોય તે પણ રડે છે.
એ તો ભયંકર રાગી છે, એ તો કર્મને વધારેમાં વધારે આધીન છે. વળી ઉપરથી પાછા એ ભયંકર અજ્ઞાની આત્માઓ કહે છે કે કલેશ શા ? અરે ભાઈ! સંયમ પાછળ અજ્ઞાન રાગીઓના કલેશ તો સરજાયેલા જ છે. જેમ જન્મની સાથે જ મરણ, કાયાની સાથે જ રોગ, યૌવન પાછળ વૃદ્ધાવસ્થા અને આવકની સાથે જ જાવક; તેમ ત્યાગી જાય ત્યાં અજ્ઞાન રાગી રડે જ, એમાં નવું શું ?
•
થિ-પ્રવૃત્તિ-વિખવ-સિદ્ધિ-વિનિયોગમેવત: પ્રાયઃ ઘર્મરાધ્યાતિઃ શુભાશય: પન્થયાત્રવિધ પાદ્દા
- ષોડશક પ્રકરણ, ષોડશક-૩