________________
28
૪૨૩
– ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - 33 - - આગળ વધીને કહે છે કે, “સાધુને વળી લેવા જવા અને મૂકવા જવા શા? આવે તો રોટલી લઈ જાય !” આવું આવું બોલવાનો હેતુ પરખો. દાન દેવામાં લાભ નથી એમ તો ચોખ્ખું કહેવાતું નથી, પણ સુપાત્રદાનની ભાવનાનો નાશ કરવાનો ઉપાય યોજ્યો.
પ્રભુમૂર્તિનાં પૂજન અને આગમાનુસારી મહર્ષિઓનાં માન-સન્માન નીરખી નીરખીને ગુરુકમિતાના પ્રતાપે એવા લોકોને એમ થાય છે કે, “મારા બાપ ! આ બધાનાં માનપાન થાય. આ બધા પૂજાય ત્યાં સુધી અમને પૂછે કોણ ?' એ સમજે છે કે, દેવ, ગુરુ, ધર્મ ન માનવાની વાત કરીએ તો કોઈ ન માને, એà વાત સફાઈથી કરે છે. “વાત ખરી, ભગવાન ખરા, સાધુ ખરા, પણ આ હોય ? આ રીતે એ લોકો પોતાની હવા ફેલાવે છે. પ્લેગ થતાં પહેલાં ઉંદર મરે છે અને ગંધાય છે એટલે હવા ખરાબ થાય, એ વખતે ચેતાય તો ઠીક, નહિ તો પરિણામ ? આ પણ ઉંદર પડે છે, જે ભયંકર પરિણામની આગાહી છે.
શહેરીઓની ફરજ કે, ઉંદર ન પડે માટે ગંદકી ન રાખવી; છતાં ફાટી નીકળે તો તાળાં મારીને ચાલ્યા જવું. ઝવેરાતનો ડબ્બો ખિસ્સામાં નાંખી લેવો; પેઢી બંધ કરવી પડે. લોભિયા તો ત્યારે પણ પેઢી જોવા આવે, છતાં સૂર્યાસ્ત પહેલાં ભાગે. એમ કરતાં વાર થાય, રાત પડી જાય, હવા લાગે તો ઝપાટામાં આવી જાય. એ રીતે આ લોકોનું શાસ્ત્રવિરુદ્ધ વચન સાંભળવું જ નહિ; એમના ઉચ્છંખલ વિચારોને હૃદયમાં સ્થાન આપવું જ નહિ. '. : એક નિયમ છે કે, એક વાતની અસર કદી એક-બે વાર ન થાય, પણ 'કાયમ વાંચતાં જરૂર થાય. આથી વસ્તુસ્વરૂપને નહિ જાણનારે તો એવા લોકોનું સાહિત્ય વાંચવું જ નહિ અને કદાચ સામે સુધારક મળે અને કંઈ બોલવા લાગે, તો કહી દેવું કે, “શાસ્ત્રદૃષ્ટિએ વાત કરવી હોય તો ચાલો અમારા ગુરુ પાસે.” ‘તમારી પાસે એ આવે અને અહીં કેમ ન આવે ? આથી જ કે, તેઓ તમને પોતાના પાશમાં આવે એવા સમજે છે. ધર્મવિરોધીઓથી ચેતીને ચાલો !
એ લોકોની વાત સફાઈ ભરેલી, પણ અંદર મોટી પોલ ! આ જ કારણે હિતના અર્થીઓએ એવા લોકોના વિચારોને વાંચવા કે સાંભળવાની ફુરસદ લેવી જ નહિ; ફુરસદ હોય તો આત્મકલ્યાણની પ્રવૃત્તિઓ અનેક કરવાની છે. આ તો તમે ભેગા ભળો, સાથે ચા-પાણી પીઓ, પાનબીડાં આપો ને લ્યો; પછી પરસ્પરની હવા પરસ્પરમાં પેસે જ ને ? માટે અયોગ્ય આચાર-વિચારવાળા સાથે સંબંધ ન જ રખાય.