________________
૪૨૨
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૧
422 જન્મેલા છે. જ્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના નામનો જાપ રહે, ત્યાં સુધી પાપીઓ પોતાની રીતમાં ફાવી શકે જ નહિ. સહેલાઈમાં સહુ રાજી છે !
સહેલાઈમાં સહુ રાજી છે ! આજે રાજ્યનો અધિકારી પણ પહેરા વિના બહાર નીકળી શકતો નથી. શા માટે એ વિચારો ! શું દીકરા પાસે આવવામાં બાપને પહેરો રાખવો પડે ? સમજો કે આ દેશકાળ જ એવો છે! જેનું પ્રત્યક્ષ શાસન છે, તેની પણ જો સ્થિતિ આ હોય તો અપ્રત્યક્ષના શાસન સામે બૂમરાણ કરે, એમાં નવાઈ કે ગભરામણ શી? એ માટે ધર્મસ્થાન બંધ કરાય જ નહિ, એ લોકો તો એમ ધારે છે કે, વિશાળ ભાવનાના નામે જો સમાજ એમને અનુસરે, તો એમનો ધારેલો ઉદ્દેશ પાર પડે. એટલા માટે એ લોકો છળપ્રપંચથી નાસ્તિકતાનું સ્થાપન કરવા મથે છે. આથી જ આસ્તિકોએ એ નાસ્તિકોનો સંગ છોડવાના પ્રયત્ન આચરવા જોઈએ. ભોળવાઈને સંગ કરશો તો થોડું ઘણું પણ જે આસ્તિક્ય છે, તે પણ નાશ પામશે. નાસ્તિકતાથી બચવા માટે એ લોકોનું અંતિમ ધ્યેય સમજો.
એ લોકો સારી રીતે સમજે છે કે, શ્રી જિનેશ્વરદેવના આગમ પાસે એમની દલીલો તદ્દન નકામી છે; પણ સાથે સાથે એમ પણ જાણે છે કે, બધા આગમના જાણકાર ક્યાં છે ? સાંભળનારામાં ઘણા તો અજ્ઞાન છે અને દુનિયાના અર્થકામની પાછળ જ પડેલા છે, એટલે ઓછું ખર્ચવાની વાત આવશે તો તરત માનશે. ઘણાએ મૂર્તિ છોડી તે શું આરંભાદિથી બચવા માટે ? ના ! પણ પંચાત મટી એમ માનીને ! મૂર્તિ માને તો ઊઠીને પૂજા કરવા જવું પડે, કેસર, ચંદન, બરાસથી પૂજા કરવી પડે, સારી સ્થિતિ હોય તો ઘરનાં વાપરવાં પડે, પાંચ રૂપિયા દેવા પડે; એ પંચાત જ ન રહે માટે મૂર્તિ જ મૂકી દીધી. સહેલાઈમાં સહુ રાજી છે. ધીમું મીઠું ઝેર !
એ લોકો કહે છે કે, “સાધુ તો ત્યાગી, એમને તો રૂક્ષ આહાર જ જોઈએ. આ ધાંધલ શી ? શ્રાવકો નકામા ગાંડા-ઘેલા થાય છે કે એમના માટે મોટા મોટા ડૉક્ટરોના ખર્ચ કરે છે? ડૉક્ટરી લાઇનનું ખંડન કરે એને માટે સર્જન ડૉક્ટર શા? એમને મોટા આલીશાન મકાન શાં ? આ બધું કેમ બોલાય છે, એના ભાવ સમજો ! એમને કહો કે, એ આલીશાન મકાનમાં સાધુઓ તમારી જેમ ટહેલતા નથી.