________________
૪૨૧
૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - 33
શ્રી જિનમંદિર, શ્રી જિનમૂર્તિ, શ્રી જિનેશ્વરદેવના સાધુ, આગમ અને ત્યાંગમાર્ગ હયાત હોય, ત્યાં સુધી પાખંડીઓ કોઈ પણ રીતે ફાવી શકે તેમ નથી. પ્રભુશાસનના પ્રેમીઓએ વિરોધીઓની દલીલોને યુક્તિપૂર્વક તોડવી જોઈએ, પણ એ કુદલીલોને કદી જ વજન ન આપવું જોઈએ. જો શ્રી વીતરાગદેવની પ્રતિમાને અલંકાર પહેરાવવાથી એ તારકની વીતરાગતા હણાય, તો તો પછી તેમ કહેનારાઓને તો મુનિનાં માન-સન્માન કરવામાં પણ પાપ જ લાગે ને ! આ બધું વિચારશો તો સહેલાઈથી સમજી શકાશે કે, એ લોકોની વિચારણાઓ અને કલ્પનાઓ તદ્દન અસંગત અને પરિણામે સ્વ અને પરમાં નાસ્તિકતા જ પેદા કરનારી છે.
ભાવનાની વિશાળતા કે વિનાશકતા!
421
આથી જ કહેવું પડે છે કે, અનંતજ્ઞાનીઓની આજ્ઞાની ૫૨વા વિનાના એ ટોળાની વાતો ભૂલી જાઓ. એના ઉદ્દેશની ખબર છે ? ના, તો જાણો કે, ‘મૂર્તિ ન માને પણ, એનું ખંડન કરે તે પણ, પૂજે તે પણ, આગમ માને તે પણ, અને આગમાદિને માટે એલફેલ બોલે, તે પણ એ બધા જો મહાવીરનું નામ દે તો આપણા મિત્ર જ છે.' આમ મનાવવાનો તેઓનો ઉદ્દેશ છે અને એ ઉદ્દેશની પુષ્ટિમાં તેઓ કહે છે કે, ‘એમાં વિશાળ ભાવના છે !' એવી એમની માન્યતા છે અને બધાને એવું મનાવવું છે, જેથી એમને જે કરવું હોય તે કરી શકે અને ધર્મી સભામાં એમનું સ્થાન પણ ટકી રહે. તમે પણ એ જ ન્યાયે કહી શકો કે, ‘આ આકૃતિએ આદમી બધા સરખા છે ને ! કરો વિશાળ ભાવના કે આકૃતિએ જે આદમી હોય, પૂછડું તથા શીંગડાં જેને ન હોય, એ બધાને ઘરમાં પેસવા દેવા, જમાડવા અને રહેવા દેવા !' તેઓ એમ કરશે ? નહિ, ત્યાં તો ચોર વગેરેને કૂતરાંની જેમ હાંકશે; નહિ જાય તો લાઠી લેશે; ક્યાં ગઈ વિશાળ ભાવના ?
વિશાળ ભાવનાની વાતો કરનારા એ સમયે કહી દે કે, ‘મારા ઘરમાં નહિ . આ ઘરમાં ખાનારા તો હું, મારી સ્ત્રી અને મારો છોકરો; બાકી બીજા તો વા જ ખાય.’ અરે ! પોતાના ભાઈના ભૂખ્યા દીકરાને રોટલોય ન આપે ! આજના સુધરેલા ગણાતાઓના ઘરસંસારનો હજી તમને ખ્યાલ નથી; જો છોકરા માટેય ન હોય તો કૂતરાં વગેરે માટે તો હોય જ ક્યાંથી ! જૂના લોકોના ઘરમાં કૂતરાં વગેરેને પણ ખાવા મળે અને એના આધારે એ જીવે છે. બાકી એ લોકોની તો મનઃકામના જ કોઈ જુદી છે; પણ હિન્દુસ્તાન દેશ, આ તો ભરતક્ષેત્ર, જ્યાં શ્રી જિનેશ્વરદેવો જન્મેલા છે, ત્યાં એમનું તૂત સંપૂર્ણપણે કેમ જ ચાલે ? આ અનાર્ય દેશ નથી. આર્યદેશના પણ એવા વિભાગમાં છીયે કે, જ્યાં શ્રી જિનેશ્વરદેવ