________________
૪૩૦ –
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 430 સૂર્ય ઊગે ત્યારે પોતપોતાની જાતિને યોગ્ય પ્રવૃત્તિ તે તે કરે છે; અંધ થનારા અંધ પણ થાય છે. સૂર્યે પોતાને પૂજવાનું કોઈને કહ્યું છે ? નહિ જ, તો પણ પૂજનારા પૂજે છે અને ધૂળ ઉડાડનારા એની સામે પણ ધૂળ ઉડાડે છે, તેમ તીર્થને માનનાર શંકા કરે કઈ રીતે ? વૈરાગ્ય, એ આત્મસ્વભાવ છે !
સભાઃ જો સ્વભાવથી જ, તો આજ્ઞા કેમ ઘટે ?
શ્રી તીર્થંકર નામકર્મનો સ્વભાવ જ એ કે, એ આજ્ઞારૂપે કહે. સૂર્યના પ્રકાશનો સ્વભાવ જ એ કે ચોરે ભાગવું જોઈએ; માનો કે, એને માટે સૂર્યની આજ્ઞા જ; પહો ફાટ્યો કે ચોર લેવા ન રહે; લોકોનો સંચાર થાય કે નાસવા માંડે. જરૂર, સૂર્યના પ્રકાશમાં ચોટ્ટાને નસાડવાનો ગુણ છે જ; તેમ શ્રી જિનેશ્વરદેવની વાતો આપણા જેવાને માટે આજ્ઞારૂપ જ છે એ તારકે પોતાના સ્વભાવને અનુરૂપ કહી છે.
સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માના ગુણ છે અને એને અનુસરતી એ તારકની આજ્ઞા છે; કેમ કે, એ ગુણો સર્વાંશે એ તારકને પ્રગટ્યા છે; કહોને કે, ગુણોના માલિક બન્યા છે. એ ગુણો કઈ રીતે પ્રગટે એ બતાવવા માટે જ એ તારકની આજ્ઞા છે, એમાં શંકા શા માટે ? કોઈ આત્મામાં સંયમ પરિણામ જાગે તો એ બનાવટી નથી. પણ હિંસાદિનાં પરિણામ જાગે તે બનાવટી છે; કેમ કે, એ આત્માનો વિભાવ છે. . .
અહિંસાનાં પરિણામ બનાવટી નથી, એનું કારણ એ છે કે, એ તો આત્માનો સ્વભાવ છે. અહિંસક બનવા માટે ખાસ વિચાર કરવા ન પડે, કારણ કે, ત્યાં કાયદો કે રાજસત્તા પણ આડે ન આવે અને હિંસામાં બધું જ આડે આવે. “આનું કેમ ન બગાડ્યું ?” એ કોઈ ન પૂછે, પણ “આનું કેમ બગાડ્યું?” એ તો અવશ્ય પૂછે. દાન દેવા માટે પૂછવું ન પડે, પણ કોઈના પડાવી લેવામાં વાંધો; કારણ કે, દેવું એ ગુણ છે અને લેવું એ દુર્ગુણ છે. આત્માના ગુણો સામે પ્રત્યવાય ન હોવો જોઈએ. આત્માના વિભાવી ગુણો સામે પ્રત્યવાય કરાય ?
કૃત્રિમ રીતે એકત્રિત કરેલ પાણીને બંધ કરી શકો, પણ પાતાળ ફાટે એ પાણીને કેમ રોકાય ? ગામ, નગર બધું તાણે એને શી રીતે રોકાય ? તેમ આત્માના સ્વાભાવિક ગુણો બહાર આવે, ત્યાં પ્રત્યવાય ઊભો કરનારા, વિપ્નો - કરનારા લોકો આપોઆપ શ્રી જિનેશ્વરદેવના શાસનમાંથી બહાર થાય છે. વૈરાગ્ય આવ્યો કેમ ?” એ કેમ જ પુછાય ? વાસણ ઊજળું કેમ ?' એ પ્રશ્ન નથી. એ તો હતું જ ! ‘કાટ કેમ ચડ્યો ?' એ પુછાય.