________________
435 - ૩૪ : વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 - ૪૩૫
આઠ વરસના બચ્ચાને વૈરાગ્ય થાય, પણ વાઘ જેવો બાપ આવીને ધોલ મારે, ત્યાં એ શું કરે ? ધૃજે જ ! ભગવાન કહે છે કે એને સર્વવિરતિનાં પણ પરિણામ થાય, પરંતુ ટકાવનાર જોઈએ. દેરાસર જતાં બાળકોને કેટલાંય કરપીણ મા-બાપો કાનપટ્ટી પકડીને બેસાડી દે છે. બાળકને ભાવના તો બધી થાય, પણ પેલો વાઘ જેવો આવે ત્યાં કરે શું ? પછી આજના પાપાત્માઓ કહે છે કે, “કેવો બેસી ગયો ?' એમ કહેનારને પૂછો કે, “બેસી ગયો કે બેસાડ્યો ?' ચડનારને પાછળથી પટકે ત્યાં એ કરે શું? વસ્તુત: એ આત્માઓ પડ્યા નથી, પણ પાપીઓએ તે આત્માઓને પાડ્યા છે; માટે એવાં દૃષ્ટાંતો દૂર રાખી બાળકોને વૈરાગ્ય થાય તો પોષો : પછી જુઓ તેની ખૂબી.
ચિત્રકાર પણ પહેલાં કાચો સ્કેચ બનાવે, એમાં પેન્સિલના લીટા હોય, એ તો જોવું પણ ન ગમે, પછી જ્યારે એમાં પીંછીથી રંગ પૂરે એટલે દીવાનખાનામાં લટકાવવા જેવું બને. તો પછી વેરાગ્યના અંકુર ફૂટે ત્યાં રંગ પૂરવા છે કે કાજળ? કાજળ ઉપયોગી ખરું પણ રેખા કાઢવા. એ કાજળના કૂચડા ન હોય. કેટલાક બડેખાંઓ કહે છે “અમે મારીએ; કૂટીએ અને વૈરાગ્ય ટકે તો સાચો !” આપણે તો એની સામે કહીએ છીએ કે, જેને વિરાગીને મારવાની અને કૂટવાની ભાવના થાય, એના જેવા પાપાત્મા દુનિયામાં બીજા કોઈ જ નથી. શ્રી સંઘનું પરમ કર્તવ્ય: * સભાઃ એવા વિરાગીઓને જુલમગારોના પંજામાંથી બચાવવા, એ શ્રીસંઘનું
કામ નહિ ? - શ્રીસંઘનું એ સામાન્ય કાર્ય જ નથી, પણ ઊંચામાં ઊંચું પુણ્યકાર્ય છે. આત્મગુણનું પાલન કરો, પણ એ આત્મગુણોની સામે બળવો ન લઈ જાઓ; બળવો તો દુર્ગુણો સામે લઈ જાઓ; જે પાપો દુનિયાનું સત્યાનાશ વાળે છે, ત્યાં - બળવો લઈ જાઓ ! આર્ય દેશ, આર્ય જાતિ, આર્ય કુળ અને શ્રી જિનેશ્વરદેવના પરમ શાસનમાં આજના ઉન્મત્તોએ ઊભી કરેલી ભયંકર હાલત સામે આક્રમણ કરો. નાનામાં નાના જંતુ પર પણ પગ મૂકતાં કંપ થાય એ ભાવના કેળવો. એ વિષયમાં આવેલી કઠોરતાનો નાશ કરો.
સંઘનું આક્રમણ પાપક્રિયા પર હોય, પણ વેરાગ્ય આદિ આત્મગુણો ઉપર ન જ હોય. આ બધું વિચારવાથી સમજી શકાશે કે, રાગ, દ્વેષ અને મોહ ઉપર સર્વથા વિજય મેળવીને સંપૂર્ણ જ્ઞાની બનેલા શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં શંકા ન હોય. એ ન સમજો તો એક પણ વચન એવું નથી કે, જેમાં તદ્દન અજ્ઞાનને શંકા ન થાય. પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવ. સોયના અગ્રભાગે રહેતી