________________
432
૪૩૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ થાય તે જ સાચો સુખી છે. દુઃખ પડે અને દુ:ખમાં રહે એ તો મૂઓં, પણ દુ:ખથી આઘો ખસે તે જ જ્ઞાની.
એ લોકો કહે છે કે, સંસારના દુ:ખથી વૈરાગ્ય ? અરે, એ રીતે પણ જે સમજ્યો તે ડાહ્યો છે. ગુણ રીતે પ્રગટ થાય, એમાં વાંધો શો ? જેવું ભાજન. સોનાને કાન્તિવાળું કરવા સોનાગેરૂ જોઈએ અને તાંબાપિત્તળને માટે ઢેખાળો; એનો પ્રકાશ એના યોગે છે. એ તો જેવી યોગ્યતા. વૈરાગ્ય જ્ઞાનથી પણ થાય. અને દુ:ખથી પણ થાય. એ કોઈ પણ રીતે થયેલો વૈરાગ્ય એ આત્મગુણ છે..'
પાઘડીનો, હીરામાણેકનો મોહ છૂટી આ સાધુના જીવન પર મોહ ક્યારે થાય ? સાધુનાં કપડે હીરામાણેક ટાંગ્યાં છે ? રાજા-મહારાજાને દેખીને તો મોહ થાય, પણ અહીં મોહ શાથી થાય ? જૈન સાધુ ઉઘાડે પગે ચાલે છે, ઉઘાડે માથે ચાલે છે, વાળનો લોચ કરે છે, તપ કરે છે, ચાર હાથનો ચોલપટ્ટો અને પાંચ હાથનો કપડો રાખે છે, અને બહુ બહુ તો આજના ભણેલાઓના આક્ષેપ મુજબ માનો કે, બસો રૂપિયાની કામળી, પણ પછી કાંઈ શીરપંચ, તેલ-અત્તર એવું એવું કાંઈ છે ? બીજો કંઈ પણ વારસો છે? દુનિયાના પદાર્થો પરથી ઊઠીને અહીં મોહ શાથી થાય છે ? શાસ્ત્ર કહે છે કે, આત્મસ્વભાવની ત્યાં કાંક ઝાંખી છે. ' - આખી દુનિયાના રૂપગુણ જોતાં, પ્રભુની મૂર્તિ તરફ ઝૂકવું. એ આત્મગુણ છે. જો એમ ન હોય તો મૂર્તિમાં શું છે કે જે તમને મૂંઝવે ? આથી સ્પષ્ટ છે કે, આત્માના સ્વાભાવિક ગુણો જન્મ, એની સામે પ્રત્યવાય કરવો, તે ઇરાદાપૂર્વક ધોળાને કાળું કરવા બરાબર છે.
વિરાગીની પરીક્ષા રાગની ભૂમિકામાં કરવી, તે ઇરાદાપૂર્વક વિરાગીનું ખૂન કરવા બરાબર છે. વિષયથી પાછા હઠનારને એના વિરાગની પરીક્ષા માટે વેશ્યાને ત્યાં મોકલવાની વાતો કરવી, એ અધમતાની પરાકાષ્ઠા છે. વેશ્યાને ત્યાં તો મુનિ પણ પડે, વર્ષો સુધી સંયમ પાળેલા પણ પડી જાય, એવા પણ ગબડે તો બાળકની તાકાત શી ? વિરાગની પરીક્ષા લેવા વેશ્યાને ઘેર મોકલવાનો વિચાર જ સૂચવે છે કે, એ વિચાર કરનારા કજાત છે. નહિ તો એની દૃષ્ટિ વેશ્યાને ત્યાં ગઈ જ કેમ ?
ભણેલાની પરીક્ષા અભણ પાસે અપાવાય ? ઉદારની પરીક્ષા કૃપણ કરે ? વિરાગીના વિરાગની પરીક્ષા રાગમાં પડેલા કરે ? અને એ સર્ટિફિકેટ આપે ? એને શી ખબર પડે ? એણે વૈરાગ્ય જોયો છે ? બંગલામાં રહેનારો, સ્ત્રીના મોહમાં પડેલો વિરાગને શી રીતે પારખે ? “આ સ્ત્રી તરફ જો અને હું પારખું.” એમ કહે કે બીજું ? એને ક્યાં ખબર છે કે, બ્રહ્મચર્યની નવ વાડ કહી છે, ત્યાં શ્રી જિનેશ્વરદેવે સ્ત્રીનું રૂપ જોવાની પણ ના પાડી છે.