________________
૪૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
424 તમને એ કહે કે, “વીતરાગને આ મુગુટ શા ને આ બધી ધમાલ શી ?” . એટલે તરત તમને બેસે; પણ એ ન વિચારો કે, શ્રી વીતરાગ પરમાત્માની પૂજાનાં આ બધાં વિધાનો પણ શ્રી વિતરાગ પરમાત્માએ જ બાંધ્યાં છે ને ? અસંખ્યાતા ઇંદ્રો એ તારકોના સેવક હતા. ભગવાન નિર્વાણ પામે ત્યારે ઇંદ્રો, ભગવાનની ચિતા પાસે જ ગોઠવાવે; પણ ભગવાનનો દેહ શી રીતે લઈ જાય ? ધારે તો ઉપાડીને લઈ જઈ શકે, પણ એમ ન લઈ જાય. ઇદ્રો ક્ષીરસાગરના પાણીથી અભિષેક કરે, ચંદનના લેપ કરે, દીક્ષા પછી જે અંગને સચિત્ત પાણીનો છાંટો પણ સ્પર્ધો નથી તે જ અંગને સ્નાન કરાવે, ફૂલના હાર પહેરાવે અને એ હીરા-માણેકના અલંકારોથી વિભૂષિત કરે. આ બધું ભગવાનના દેહને માટે કરે : છે. દેહ, પણ કોનો ? ભગવાનનો. એ તો એમ જ માનતા કે, મળેલી ઋદ્ધિ સાર્થક થાય છે, મળેલી શક્તિ ઉપયોગમાં આવે છે ! પછી મોટી શિબિકામાં ઇંદ્રો પોતે જાતે ભગવાનને ઉઠાવે છે અને બેસાડે છે; ઈશાન અને સુધર્મા ઇંદ્રો ચોમર વિજે; એમને ખબર નહોતી કે, વીતરાગનું શરીર છે ?' એ અવધિજ્ઞાની કરતાં આ જમાનાવાદીઓનું જ્ઞાન શું વધી ગયું ? નહિ જ, પણ તેઓમાં ભયંકર અજ્ઞાન પેસી ગયું છે માટે તેઓની ભ્રમણા જ કાઢી નાંખો.
“એ આમ કહે છે, એ આમ કહે છે - એવું તમને કેમ થાય છે ? હૈયામાં પડેલી ખોટી હવાના પ્રતાપે થાય છે. જીવવું હોય તો મરવાળી હવાથી આઘા રહેજો. તમારે તો એવાઓને રોકડું પરખાવી દેવું જોઈએ કે, “તારા કરતાં અનંતજ્ઞાનીએ વિધાનો બાંધ્યાં છે, એની આરાધનામાં જ કલ્યાણ છે; તારે વધારે વાત કરવી નહિ : શાસ્ત્રદૃષ્ટિએ વાત કરવી હોય તો ચાલ ગુરુ પાસે.”
ભાગ્યશાળીઓ ! એ લોકોની ખૂબી તો સમજો ! એ અહીં ન આવે અને તમારી પાસે વાતો પુછાવે, એનું કારણ ? એક જ કે, પોતે આઘા રહે અને એમની વાત ખુલ્લી થાય. તમારી પાસે કહે તો અહીં આવવામાં હરકત શી છે ? તમારી પાસે આવવામાં ગુપ્ત હેતુ છે; તેમાં પણ ભોળા પાસે ખાસ જાય, પણ સાચા સાધુ પાસે ન આવે; કારણ કે, પોતાની હવાને ઉડાડી મૂકવાના. સાધુના સામર્થ્યને તેઓ સારી રીતે સમજે છે. કદી ઘેરથી પૂછવા નીકળે તો અરધું તો - રસ્તામાં જ ગુમ થાય; “આમ કહેશે તો, આમ કહેશે તો એ વિચારે જ પોતાની પોલ પોતાને જ પરખાય, એટલે પૂછવાની વાતો ઘણી કપાઈ જાય; અહીં આવ્યા પછી એક-બે અને ત્રણ ઉત્તર દેવાય એટલે દાબડો દેવાઈ જાય; તેઓ તો