________________
૪૧૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
સ્ત્રીએ પોતાના રાગી પતિને ઝેર દઈને માર્યા છે, એ તમે જાણો છો ને ? ‘એ પૈકીની તમારી સ્ત્રી પણ કેમ ન હોય ?' એવી શંકા કદી ન કરી, કારણ કે, ત્યાં શંકા થતી નથી. ત્યાં સો એ સો ટકા તદ્દન ખોટું બોલવાનો સંભવ છતાં કાને સાંભળવાના દોષનો સમજફેર થવાનો સંભવ છતાં, એનું કહેવું તમામ સાચું માનો છો, ત્યાં જરાય શંકા થતી નથી, એનું કારણ એ જ કે, ત્યાં રાગ છે અને ભગવાનના કથનમાં વાત વાતમાં શંકા ! તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી ઇચ્છા છે, માટે ત્યાં શંકા ઊભી કરાવવા ઇચ્છનારા પણ તમને શંકા કરાવી શકતા’ નથી. અહીં ભગવાન ઉ૫૨ એવો વિશ્વાસ નથી, માટે વાત વાતમાં શંકા કર્યા કરો છો. એ ન જ થવી જોઈએ, એમ સમજાવવા માટે આ મહેનત કરવી પડે.છે ` અને એવી મહેનત અમારે કરવી જ જોઈએ, કારણ કે, પ્રભુના સંઘમાં રહેવું : હોય અને બીજાને રાખવા હોય, તેણે આ પીઠને સંભાળવી જ જોઈએ.
416
સમ્યગ્દર્શન એટલે આ દેવ, ગુરુ અને ધર્મ જે બતાવે તેમાં જ કલ્યાણ છે, એવી માન્યતા. અહીં ભક્તિભાવ ત્યારે થાય કે જ્યારે ઘરનો ભક્તિભાવ ઘટે. અનંતજ્ઞાનીઓ કે તે તારકોની આજ્ઞામાં વર્તતા નિગ્રંથો દુનિયાની ચીજોમાં રંગાય તો નહિ જ પણ તેને વેચાઈ ગયેલ હૃદયને અનુસરતા થાય, તે ‘ન ભૂતો 7 મવિષ્યતિ.' જગતે જે માન્યું - જગતને જેની જરૂ૨ તેમાં અમુક લોકોએ પુણ્ય માન્યું; કન્યાને આપ્યા વિના ચાલે નહિ માટે કન્યાદાનને પણ પુણ્ય કહ્યું, એ રીતે આ જ્ઞાનીઓ કહે ? કદી જ નહિ. ઉપકારી જ્ઞાનીઓ તો એથી વિપરીત જ ફરમાવે અને એ સંસા૨૨સિકોને રૂચે નહિ, એથી જ એ આત્માંઓને અહીં શંકા થાય છે. માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ જીવન જીવતા નિગ્રંથ ગુરુ અને તે તારકોએ ફરમાવેલા ધર્મને ઓળખવાની શક્તિ કેળવો ! શ્રી જિનેશ્વરદેવે તમામ વસ્તુ એટલી ઝીણવટપૂર્વક કહી છે કે, જેમાં કશી કમીના નથી, એનો એક જ હેતુ કે, જગત જો એ સમજે, સંસારનું સ્વરૂપ એના ધ્યાનમાં આવે તો એ ફસાય નહિ.
બધા જ મુનિ કેમ નથી બોલતા ?
સભા એ લોકો કહે છે કે, શ્રી જિનેશ્વરદેવનાં વચન તો સાચાં, પણ વચ્ચે ગોટાળો થયો છે !
આ કથનમાં કેવળ અજ્ઞાનતાની નીપજ નથી, પણ કોઈ વિકૃત ” મનોદશાની જ નીપજ છે; શ્રી જૈનશાસને એક પણ વચન વિપરીત બોલનારને સંઘર્યા નથી. ગમે તેવા વિદ્વાનોને, પોતાની શક્તિથી હજારો અને લાખો આત્માઓને આકર્ષી શકનારાઓને પણ બહાર ફેંકી દીધા અને એમના વિના