________________
417 * -
- ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - 33
–
૪૧૭
ચલાવ્યું. મુનીમ ગમે તેવો સારો હોય, હિસાબ, કિતાબ, ખરીદી, વેચાણમાં પૂરો કાબેલ હોય પણ ગલ્લો કાણો કરવાની જ તેને જો ટેવ હોય, તો તેવા મુનીમને શેઠ નભાવે કે એના વિના ચલાવે ? શ્રી જૈનશાસને પણ આ મર્યાદા જાળવી છે; અને એ જ કારણથી ઊંધે માર્ગે જનારાઓ પણ આજે છાતી કાઢીને બહાર નથી આવી શકતા. તેઓ સમજે છે કે, ઉઘાડા, ખુલ્લા પડશું તો એ ચાલી શકશે જ નહિ ! કારણ કે, એમાં કોઈ પણ રીતે ફાવટ આવી શકે તેમ નથી; અને તેથી જ તેઓ ગોળ ગોળ રીતે સમજાવવા પ્રયત્ન કરે છે.
સભાઃ એવાઓ સામે શાસનના બીજા બધા મુનિઓ કેમ નથી બોલતા ?
એમાં અનેક કારણો હોઈ શકે, એક જ કારણ ન માનતા. કેટલાકને તો હજી સામા કેવા છે, એનો ખ્યાલ જ નથી ઓવતો, તેમજ બધાની પ્રકૃતિ પણ સરખી ન હોય; પરંતુ જે શાસનના સાચા પ્રેમી છે તેઓનું હૈયું જુદું નથી જ અને એ વાત વિરોધીઓ પણ સમજે જ છે.
દુનિયામાં બધાને પૈસા ગમે છે. પણ આ પાટ પર બેસીને કોઈ પૈસા કમાવવાનો ઉપદેશ આપે, તો તરત બધા ચોંકે કે, “આ વાત ક્યાંથી આવી ?” ‘તમે ગૃહસ્થ છો, આમ છે, તેમ છે એમ બધા લોચા ભલે વાળે, પણ પૈસા કમાવાનું ખુલ્લું કદી નહિ કહે, કેમ કે, શાસનના સ્થાપકે શાસનની ચોમેર મજબૂત અને સુંદર દીવાલ બાંધી છે. જ્યાં વીતરાગદેવ જેવા સર્જનહાર હોય ત્યાં ખામી કેમ હોય? એના જ પરિણામે હૈયે બીજું માનનારા પણ ખુલ્લા રૂપમાં હોઠે લાવી શકતા નથી; છાતી કાઢીને બહાર આવી શકતા નથી. હા, એવાઓની વાત બાજુએ મૂકો, કે જેઓ સાવ ગયા વીત્યા છે; એમ તો નિર્નવ થયા પછી સર્વજ્ઞ પરમાત્માને પણ જુઠ્ઠા કહેનારા ક્યાં નહોતા ? આજે પણ જેઓ સાધુતા અને માણસાઈથી પરવારી ગયા છે, તેવાઓ કદાચ તેવું કાંઈ કહેતા હોય, પરંતુ તેની ગણતરી નથી. બાકી જેઓને સમાજમાં મર્યાદા જાળવીને જીવવું છે, તેમનું હૈયું સડ્યા છતાં તેઓ એવી બાબતોમાં લોચા વાળે છે, પણ હોઠે લાવી શકતા નથી.
ઘણાઓએ નાની વયની દીક્ષા ગભરાઈને ન આપી એ બન્યું, ચાર આદમીમાં ગમે તેમ એ માટે વાત પણ કરી, પરંતુ ન અપાય એમ બહાર બોલાયું? નહિ જ, કારણ કે, તેઓ એમ સમજે છે કે, “જો એમ બોલ્યા તો તો ઊખડ્યા જ સમજવા. હૃદયથી દીક્ષાના વિરોધીને પણ લખવું તો પડે જ છે કે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કોણ ન માને ? સાધુ પણ માન્ય છે !” શરૂઆતમાં આ પ્રમાણે લખે અને તે પછી ભયંકર કુવિકલ્પો કરે; એટલે કે, આગળ-પાછળ