________________
૪૦૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
આથી કહું છું કે, સાસુ વહુ-સહુ પરસ્પર પોતાની ફરજ સમજે તો બાળકમાં સુંદર સંસ્કાર આવે અને વાતાવરણ ધર્મમય બને. પણ આજે તો આત્માની, આત્માના હિતની કોઈને પડી નથી. બધાને શરીરની અને સુખની પડી છે. ગુણ વિનાના અલંકાર દુઃખદાયી છે. ગુણ એ જ સાચા અલંકાર છે, શીલ હોય તો અલંકાર દીપે છે, અલંકાર વિના પણ શીલવતી શોભે છે, શીલ એ જ પરમ અલંકાર છે, શીલ વિનાની સ્ત્રીના અલંકાર તો એને ગાળો દેવરાવે; જે હોય તે કહે કે, ‘ઓળખી એને તો !’
402
આ બધી વાત સમ્યગ્દર્શનને અંગે ચાલે છે. એ શ્રીસંઘરૂપ મેરૂની પીઠિકા છે. એ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દૃઢ ક્યારે બને ? પાંચ દોષ ન હોય તો. પાંચ દોષો કયા ?
૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. મિથ્યામતિ ગુણવર્ણન અને ૫. મિથ્યામતિ પરિચય.
આ પાંચ દોષો ન હોય તો સમ્યગ્દર્શનરૂપ પીઠિકા દઢ થાય.
܀
મોહનુંનૃત્યઃ
અર્થને અને કામને હિતકર પુરુષાર્થ તરીકે માનનારા આત્માઓ, ધોર મિથ્યાત્વથીરિબાતા હોઈ,ક્ષમાદિગુણોની સાચી કિંમત સમજી શકતા નથી.એવા આત્માઓમાં દેખાતા ક્ષમા આદિ ગુણોપણ ગુ રૂપ નથી હોતા,પણા પ્રાય:દોષરૂપ જ હોય છે. ગુણોનું પરિણામ ગુણરૂપ લાવવાને માટે,મિથ્યાત્વની મન્દતા અને સમ્યક્ત્વની સન્મુખતા આવશ્યકછે.તત્વદૃષ્ટિ આવવા માટે આ બંને વસ્તુઓ ઘણી જરૂરી છે.જેઓમિથ્યાત્વના અને સમ્યક્ત્વના ભાવને જાણવાને માટે ઉદ્યમી નથી બનતા અને એ શબ્દોની ઠેકડી કરવામાં જ આનંદ માનેછે,તેવા આત્માઓકદીપણ મિથ્યાત્વની મંદતાને અને સમ્યક્ત્વની સન્મુખતાને પામી શકતા નથી.મિથ્યાત્વ એ એક ભયંકર જાતનો દોષ છે,જ્યારે સમ્યક્ત્વ આત્માનો એક અનુપમ કોટિનો ગુણા છે.મિથ્યાત્વનામનાભયંકર દોષની મંદ અવસ્થામાં અને સમ્યક્ત્વગુણની સન્મુખ અવસ્થામાં,ક્ષમાદિ ગુણો ખૂબ જ હિતકર નીવડે છે.મિથ્યાત્વની ગાઢતામાં ક્ષમાદિ ગુણોનું વાસ્તવિક દર્શન શકય નથી, પડ઼ા એ ગુણોનું દર્શન એ પા મોહનૃત્ય છે. મોઢના નાચમાં મોટાઈ માનનારાઓને ગુડ઼ાસંપન્ન માનવા એ પા કારમાં મિથ્યાત્વનું પ્રદર્શન છે. અવિર્ણત આદિને વઘારનારી પ્રવૃત્તિઓમાં સ્વપરનાહિતની વાતો કરવી, એના જેવુંમિથ્યાત્વનું એક પણ કારમું નૃત્ય નથી. આ વસ્તુને સમજ્યા વિના,રત્નરૂપ ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ શક્ય જ નથી.
| એક જાતનું