________________
353 –– ૨૮ઃ સર્વશનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 – ૩૫૩ થયું, પણ “એ શું લે ?' એમ ન બોલ્યા. અનીતિ આદિ એ સંયમ માટે જેમ પ્રતિપક્ષી વસ્તુ છે તેમ ભોગની લીનતા પણ પ્રતિપક્ષી છે ને ? ભોગ પણ કેવા? મુલાયમ તળાઈમાં સૂવું, દેવતાઈ ભોજન આરોગવાં, દેવતાઈ વસ્ત્રો પહેરવાં, દેવતાઈ અલંકારો ધારણ કરવા, સાતમા માળથી નીચે પણ ન ઊતરવું, આ કયા ભોગ ? “એ જ્યારે દીક્ષા લે છે એમ સાંભળ્યું, ત્યારે ભારે કરી!એવું શ્રી શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું, પણ “એ શું લે ?” એમ એ ન બોલ્યા.
ચક્રવર્તી જ્યારે સંયમ લે, ત્યારે આસ્તે આસ્તે લે કે એકદમ ? સંયમ લીધા પહેલાં-થોડીવાર પહેલાં કયો અભ્યાસ હતો ? “મારી આજ્ઞા !' એ જ ને ! ચોસઠ હજારનો એ માલિક હતો. એને પણ એકદમ વૈરાગ્ય આવ્યો ને દીક્ષા લીધી અને આપનારે આપીને ? આત્મગુણો કઈ રીતે પ્રગટ થાય છે, એ સમ્યગુદૃષ્ટિ સમજે છે. કાલના અધમને આજે સારો થયો એવું સાંભળે, તો સમ્યગુદૃષ્ટિ અને હાથ જોડે; કાલનો ઉત્તમ આત્મા પડે તો સમ્યગુદૃષ્ટિ માને છે, એ પણ સંભવે ! આ રીતે વસ્તુસ્વરૂપનો ખ્યાલ કરાવનારી તત્ત્વરુચિ જેનાથી થાય તે સમ્યગ્દર્શન; આ સમ્યગ્દર્શનને દૃઢ બનાવવા માટે તેમાં શંકા-કાંક્ષાદિરૂપ દોષોથી પોલાણ ન જ પડવા દેવું જોઈએ.
જે સમયે મિથ્યાત્વના પ્રવાહો વહી રહ્યા હોય, તે સમયે શંકાદિ દોષોથી બચવું એ જ સમ્યગ્દર્શનને દઢ બનાવવાનું પરમ સાધન છે અને એ સાધન મેળવવા માટે - “તમેવ સર્વ નિટ્સ = નિર્દિ પવે ” “તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે.” આ ભાવનાથી આત્માને ઓતપ્રોત કરી દેવો જોઈએ.