________________
૩૯૦
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
390 માને, જવાનું છે, એમ સોએ સો ટકા માને, તે તીવ્ર કર્મોદય વિના એમાં ને એમાં જ રાચી-માચીને મરી જાય ખરો ? નહિ જ. તો ધર્મી બનનારે અજ્ઞાન લોકની પરવા છોડવી જ જોઈએ.
હૃદયમાં શ્રી અરિહંતદેવને રાખનારો, અજ્ઞાન લોકને રાજી શી રીતે કરી શકે ? જે લોકની ખોટી મર્યાદાથી છૂટે, તે જ વાસ્તવિક રીતે સુદેવ, સુગુરુ અને સુધર્મને આરાધી શકે છે. દૃષ્ટિકોણ ફેરવવાની જરૂર છે.” પરલોકને માનનારો ધર્મથી બેપરવા હોય ? નહિ જ; એને તો ધર્મની ચિંતા હોય. “આ બધું મૂકવાનું છે અને બીજે જવાનું છે એમ માનનારો બીજે જવાની તૈયારી કર્યા વિના કેમ રહે ? પરલોક નથી માનતા' એમ કહે એ તો એટલું ઠીક છે, “એવાઓથી કોઈ આસ્તિક ઠગાય નહિ અને એવાઓને રીતસર સમજાવવા પડે તો સમજાવાય પણ ખરા અને તેમ ન બને તો છેવટે એવાઓથી સાવચેત પણ રહેવાય.” પણ આ તો “પરલોક છે' એમ કહે અને ચોવીસ કલાકમાં એક ક્ષણ પણ ધર્મનો વિચાર ન કરે; ઊલટા દેવ, ગુરુ, ધર્મને મરજી મુજબ રાખવાના પ્રયત્ન કરે એ શું ? ભગવાનને કહે કે, “તમે બેસો, ફાવશે તો પૂજીશું: ગુરુને કહે કે, “ચમત્કાર હોય તો બતાવો.” અને “ધર્મનું ફળ ક્યારે મળશે એનો પત્તી શો ?” આવું આવું કહે અને વિચારે એનો અર્થ શો ? ધર્મ એ જ આધાર !
ચોવીસે કલાક આધિ, વ્યાધિ અને ઉપાધિ છે, તેમાંથી જે બે-ચાર ઘડી કે ક્ષણ પણ ધર્મમાં બેઠો એને સાચી શાંતિ મળી, એ ધર્મનું ફળ નથી શું? બીજું ફળ કયું જોઈએ ? ચોવીસે કલાક એ શાંતિ મળે તો અનુપમ ! દુનિયાના પદાર્થોની શાંતિમાં પરિણામે અશાંતિ છે' એમ આત્મજ્ઞાનીઓનો અનુભવ કહે છે; એમનું જ્ઞાન પણ એ જ કહે છે. અમુક પદાર્થો પર આસક્તિનું પ્રમાણ વધ્યું, તો આ લોકમાં જ તે પદાર્થો દુઃખદાયી થયા છે, એ નજરે જોઈએ છીએ. બજારમાં જઈને આવો તો ચિંતા સાથે આવે અને સામાયિક કરીને ઊઠો તો ચિંતા ભુલાય, પણ જ્ઞાનીની આજ્ઞા મુજબ ક્રિયા કરો તો ને ? પરંતુ સામાયિકમાં પણ એ જ સાથે રાખો તો શું થાય ?
પરલોકને સુધારવાની ક્રિયામાં આ લોકની વસ્તુને ભૂલી જવી જોઈએ અને જો એ ભુલાય તો જ એ ક્રિયામાં વાસ્તવિક રસ આવે; આ જોતાં નિશ્ચિત થાય છે કે, “દૃષ્ટિને ફેરવવાની જરૂર છે.” આટલી દૃષ્ટિ સુધર્યા વિના શ્રી જિનેશ્વરદેવનું શાસન પમાશે નહિ અને પમાશે તો સધાશે નહિ તથા શાસનને પામેલાઓએ એ તો નિશ્ચિત કરવું જ પડશે કે, “જ્યાં જન્મ્યો છું ત્યાંનો હું