________________
૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ 31
૩૯૧
નથી; મારી ચારેય બાજુ ફરતા વીંટાયેલાઓ મા૨ા નથી; અન્ય સ્થળેથી આવ્યો છું અને અન્ય સ્થળે જવાનો છું; દુનિયાની કોઈ ચીજ મારી નથી; એમાં રાગી થવાથી મારું કલ્યાણ નથી; એના ત્યાગમાં જ મારું કલ્યાણ છે !
391
દેવ, ગુરુ, ધર્મની સેવાના પ્રતાપે દુનિયાની વસ્તુ મળે એ વાત જુદી, પણ એ મેળવવા માટે એમને માનવાનું આ શાસનમાં કહેવાયું નથી !! એવા તારકની પાસે તો એવું જ માંગવું, કે જે દુનિયામાં ન મળે; અને એવી ચીજ તો કેવળ દેવ, ગુરુ, ધર્મ જ આપે છે; માટે દુનિયાનાં ઘરબાર છોડવાનાં છે ! દુનિયાની ચીજો માટે જ દુનિયા છોડવી એ તો મહામૂર્ખાઈ જ કહેવાય ને ?
ઘણા કહે છે કે, ‘શાસ્ત્રમાં બધી વાત આવે છે, પણ અમારી વાત કેમ નહિ ?’ પણ એમણે સમજવું જોઈએ કે, ‘તમારું છે એને પણ મૂકવાની, જે શાસ્ત્ર વાત કરે છે, તે તમારી બીજી આડીઅવળી વાતો કેમ કરે ?’ આ સમજ આવે તો માથાનો બોજો ઊતરે; આ તો અહીં આવે તો પણ બોજો સાથે લાવે કે, ‘બધી વાત સાચી, પણ કેમ ચાલે ?' આવા મગજમાં આ શાસ્ત્રની વાતો ઊતરે કઈ રીતે ?
ખરી વાત તો એ છે કે, સાંભળનારાઓનો મોટો ભાગ, જે રીતે સાંભળવું જોઈએ તે રીતે સાંભળતો જ નથી; કદી સાંભળે તો હૈયામાં ઉતારતો જ નથી.’ આ વાત જો સમજાય - ગળે ઊતરી જાય તો આ દશા રહે ? ‘ધર્મ એ જ આધાર છે' એવું જે બોલનારા છે તેમાંના મોટા ભાગના લોકોના એ હોઠના શબ્દો છે, પણ હૈયાના નથી; નહિ તો હૃદયપૂર્વક જે ધર્મને માને, તેને દુનિયાની બધી જ · વસ્તુઓ તુચ્છ લાગે. મળે તો પુણ્યોદય માને, જાય તો પાપોદય માને અને એથી જ ધર્મીને વ્યવહારની (અર્થાર્જન આદિની) સાધના પણ કરવી પડતી હોય તો પણ તેના અમુક નિયત ટાઈમે કરે અને એમાં જે મળે તેમાં સંતોષ માને તથા ન મળે તોય ખેદ ન કરે.
ફરજ સમજો !
ત્રિકાળ પૂજન અને ઉભય ટંક આવશ્યક વગેરે તો શ્રાવકનાં ચાલુ જ હોય, એને સદા લહેર હોય, એ પોતાને દુ:ખી ન માને, એ તો કહે કે, દુ:ખી તો તે હોય કે, જે પાપ કરે, પ્રપંચ કરે, બીજાને હાનિ કરે, દુનિયાનું સત્યાનાશ વાળે ! હું તો રત્નત્રયીને પામેલો છું; શ્રી જિનેશ્વરદેવ જેવા દેવ, નિગ્રંથ ગુરુ અને તે તારકોનો કહેલો ધર્મ, એ જ મારી સંપત્તિ છે, મારે દુઃખ શું ?' તમે આવું ન કહો અને ન માનો ત્યાં સુધી તમારા તરફની આશા શી ૨ખાય ?
જેઓની દૃષ્ટિમાં આ રીતનું પરિવર્તન થઈ જશે, તેઓ તો ધર્મને શોધવા