________________
૩૯૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
– 392 નીકળશે. આટલા બધા માણસ મુંબઈ આવ્યા છે, તે ધર્મને શોધવા કે પૈસાને શોધવા ? શ્રી જિનમંદિર કે નિગ્રંથગુરુ પોતાના ગામમાં નથી એ માટે અથવા ધર્મ કરાવનાર કોઈ નથી. એથી, ધર્મને આરાધવા માટે પોતાના ગામ કેટલાએ છોડ્યાં ? વેપાર નથી માટે તમે અહીં આવ્યા ને ?
સૌને શેઠ, મા-બાપ, માલિક, આજ્ઞા કરનાર બનવું છે, પણ ફરજ વિચારવી નથી. છોકરો “બાપા” કહે એટલે આનંદ થાય, પણ છોકરા પ્રત્યેની મારી ફરજ શું એ વિચાર્યું ? માલિક થવા બડા ઠાઠથી તૈયાર, પણ સાચવવા માટે તૈયાર નહિ ! ઇલ્કાબ લે બધા, પણ અમલ એક ન કરે ! મંદિરના ટ્રસ્ટી થનાર ઘણા, પણ ખબર લેનાર કેટલા ? દશ લાખની એસ્ટેટનો વહીવટ કરે, કેમ કે, એમાં પોતાનું પોઝિશન વધે છે, પોતે બહુ જ પ્રતિષ્ઠિત ગણાય છે, પણ એ વહીવટ શા માટે, એનો તેઓને ખ્યાલ નથી !
પૂજા અથવા ધર્મક્રિયા કરવા આવનારની દરેક અગવડ દૂર કરવાની, મંદિર તથા ઉપાશ્રયના ટ્રસ્ટીઓની ફરજ છે !! એ તો દરેક પૂજા કરનારને પૂછે : કે, “શી ખામી છે ?” પોતાના તંત્રમાં ખામી ન રહેવી ઘટે” એમ તેઓને થાય. આવા વહીવટથી શ્રી તીર્થકર નામકર્મ બંધાય, કારણ કે, એ શ્રી અરિહંતપદની તીવ્ર આરાધના છે. શ્રી અરિહંતદેવની પૂજા કરનારાની સગવડ સાચવવી, એ પણ અરિહંતપદની તીવ્ર આરાધના છે. શ્રી અરિહંતદેવની મૂર્તિ સુંદર તથા આકર્ષક બનાવવી. હજારો આત્માઓ આકર્ષાઈને જોવા આવે એવી બનાવવી, એવી શુદ્ધિ અને સ્વચ્છતા સાચવવી, એની ખૂબ શોભા વધારવી, ત્યાં આવનારા વધે એમ કરવું, આ બધી ક્રિયા ટ્રસ્ટીએ કરવી જોઈએ અને એમાં શ્રી અરિહંતપદની શ્રેષ્ઠ આરાધના છે. સંસારસાગરની નૌકા :
મંદિરની બહારનો દેખાવ એવો હોય કે જનાર પણ પૂછે કે “કોનું મકાન છે ?' એને અંદર જવાનું જ મન થાય, એવી શોભા મંદિરની બહારની બનાવે. શ્રી જિનમંદિરની ધ્વજા એવી હોય છે, જેનાથી શ્રી જિનમંદિર બહારથી ઓળખાય. મંદિર તથા ઉપાશ્રય, એ સંસારસાગરથી તરવાની ન તૂટે, ન ફૂટે કે ન ડૂબે એવી સ્ટીમરો છે. શ્રી જિનશાસનનું ધ્યેય જ ત્યાં છે.
આજે તો દુશ્મન પણ દાના નથી એ દુઃખ છે. એમને કહીએ છીએ કે, વિરોધ કરો તો ચોખ્ખો કરો પણ ઊંધો ન કરો.” એકાંતે ઉપકારરસિક અને પ્રભુશાસનના ઉત્તમમાં ઉત્તમ સંચાલક એવા પૂ. પૂર્વાચાર્યોને માનો તી એલ-ફેલ નહિ બોલાય; એ પુણ્યાત્માઓની વાતોમાં યથેચ્છ ટીકા-ટિપ્પણ ન થાય, અને