________________
361
૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ
- 29
૩૭૧
ભગવાનને પૂજ, અન્યથા પૂજાની શી જરૂર છે ? ભગવાન અપૂજ્ય રહી જાય માટે એમની દયા ખાતર પૂજા કરતો હોય તો બહેતર છે કે ન કર !'
ખરેખર, જે લોકોની આ લોકમાં પણ કશી કિંમત નથી, તે લોકોને જ્યારે ‘એમ ન હોત તો તીર્થંકરને પૂજત કોણ ? સાધુ જીવત શી રીતે અને ધર્મને સાંભળત કોણ ?' આ પ્રમાણે બોલતા સાંભળીએ છીએ, ત્યારે ખરે જ તે કમનશીબ અને કમઅક્કલ આત્માઓના જીવન તરફ કંપારી છૂટે છે, કારણ કે, પોતાનું જીવન જ કોઈના આધારે જીવનારા, દેવ, ગુરુ અને ધર્મને એમના પોતાના દ્વારા જીવતા માને છે ! ખરેખર તો એમનાં ઝૂંપડાં પણ એમનાથી નથી નભતાં ! મુંબઈના માળા પણ કહે છે કે, ‘તમારા જેવા કેટલાય ગયા, પણ અમે તો અહીં ઊભા છીએ !' ચેતનહીન માળા પણ આવું કહે છે, તે છતાંય એ મૂર્ખાઓ કહે છે કે, અનંતજ્ઞાનીની મૂર્તિ, મંદિર, સાધુ, આગમ એ બધું અમારા આધારે જીવે છે !' આવા પામરો માટે કહેવું પણ શું ?
આપણે તો સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે, ‘આવા મૂર્ખાઓના આધારે ટકે તે દેવ નથી, જીવે તે સાધુ નથી અને હયાતી ભોગવે તે આગમ નથી.’ આગમ તો કહે છે કે, ‘બુદ્ધિના નિધાનો ! આવો અને એક પણ વાતનું ખંડન તો કરો !' ખંડન શું કરે એ બિચારા ! એ બિચારાઓમાં તો આગમની એક વાત પણ સમજવાની તાકાત નથી !! એવાઓના આધારે આ બધા જીવે, એ કેવી હાસ્યજનક વાત છે ? એવાઓને પૂછો કે, ‘તમે આગમના રક્ષક કે આગમ તમારું રક્ષક ?'
શાસનમાં કોણ અને ક્યારે નભે ?
શ્રી જિનવિજયજી મહારાજ તો ભગવાન શ્રી મહાવીરની સ્તવના કરતાં કહે છે કે -
“તેહનું ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમ તુજ બિંબ જી; નિશિ દીપક પ્રવહણ ભરદરિયે, મરૂમાં સુરતરુ લુંબ જી. વીરજિણંદ જગત ઉપકારી. પ”
“હે ભગવાન ! આ પંચમકાળરૂપ ફણીધરનું ઝેર ઉતારવા માટે મણિસમાન આ વિશ્વમાં કોઈપણ વસ્તુ હોય તો તે બે જ છે; એક તો તારું આગમ અને બીજી તારી મૂર્તિ. ખરેખર એ બે વસ્તુઓ રાત્રિમાં દીપક તુલ્ય છે, ભરદરિયામાં જહાજતુલ્ય છે અને મરૂદેશમાં કલ્પવૃક્ષની વેલડીતુલ્ય છે.”