________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
જેને ધર્મમાં શ્રદ્ધા નથી, જે પાપને પાપ માનતો નથી, એવો એક પણ સાચો સુખી હોય તો બતાવો ! આજે શહેનશાહત કેમ ચલાવાય છે, તે શહેનશાહ જાણે છે; પેઢીના ઠેકા કેમ લેવાય છે, તે પેઢીવાળો જાણે છે; સટોડિયા શાખ કેમ સાચવે છે, તે તેઓ જાણે છે; એમને તેજી-મંદીની રાહ કાગના ડોળે જોવી પડે છે, ચોવીસે કલાક દુર્ધ્યાન કરવું પડે છે. દુકાનદારો મોટે ભાગે બૂમ મારે છે કે – દેખાવ મોટો છે પણ તળિયું તિજોરીનું પોલું છે. આ બધું શાથી. ?. સાચો માર્ગ ભુલાયો છે એથી.
-
૩૬૦
360
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો પેઢીવાળો અને નોકર, શ્રીમંત અને નિર્ધન, મોટો અને નાનો બધા સુખી હોય છે. કેમ કે, ધ્યેય એક જ હોય છે. એ આત્માઓ વિવેકના યોગે લક્ષ્મી આવે તો ‘ભારરૂપ’ માને છે અને જાય તો ‘પંચાત ઓછી’ એમ માને છે. બાકી ‘હું આવો !’ અને ‘હું તેવો’ એમ માની દુનિયાના મદમાં છકી જનાર પ્રભુના શાસનમાં ન ટકી શકે.
આઠે જાતના મદનો આ શાસ્ત્રમાં નિષેધ છે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ પણ એક ઉત્સૂત્ર વચનથી સંસાર વધાર્યો અને કુળમદ કરવાથી નીચગોત્ર બાંધ્યું. આ શાસ્ત્ર તો કહે છે કે, ‘જ્ઞાની અજ્ઞાનીની દયા ખાય અને અજ્ઞાની જ્ઞાનીને હાથ જોડે.’ આથી પ્રભુશાસનમાં રહેવા માટે વિશેષ પ્રકારની લાયકાતની વાતને બાજુએ રાખો, પણ સામાન્ય કક્ષાની લાયકાત તો નક્કી કરવી જોઈએ અને તે હોવી જ જોઈએ.
શાહુકાર રહેવા માટે સામાન્ય યોગ્યતા કઈ ? પારકા રૂપિયા લાવીને પાછા દેવા એ જ ને ? પાઘડી કે ટોપી વેચીને પણ ભરી દે તે શાહુકાર: પાંચ લાવનાર ટાઇમસર આપે એને પરિણામે પાંચસો મંળે, પણ લાવીને આપે જ નહિ તો ? કહેવું જ પડે કે, એ ન ચાલે. જ્યારે કુકાની વાતમાં આટલી શરત, ત્યારે અહીં કોઈ શરત નહિ એમ ? આવું પોલું કેમ ચાલે ? જેઓ વ્યવહા૨માં કહે છે કે, ‘આમ આમ કરવું જ જોઈએ, તેઓ અહીં કહે છે કે, ‘શાસ્ત્ર રૂચે તો માનીએ અને ભગવાનને પણ ઇચ્છા હોય તો પૂજીએ.' આવા કંગાળો આ શાસનમાં આવ્યા ન ગણાય, તેઓ અહીં આવે તો પણ શું અને ન આવે તો પણ શું ?
આવા કંગાલોની મોટી સંખ્યા આવવાથી મલકાવું એના જેવી બીજી ભયંકર મૂર્ખાઈ કઈ ? કહેવું જ પડશે કે, કોઈ જ નહિ, કારણ કે, એવી રીતે આવનારા પાછા ઉપરથી કહે છે કે, ‘અમે ન હોત તો આપને પૂજત કોણ ?' આવું કહેનારાઓને તો કહી દેવું જોઈએ કે, ‘ભાઈ ! ભગવાન તારી પૂજાના રસિયા નથી, તારી ભાવના હોય અને તને મુક્તિની કામના હોય તો તું