________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
શ્રી તીર્થંકરવત્ પૂજ્ય છે અને એવા જ શ્રીસંઘને પચ્ચીસમો તીર્થંકર કહેવામાં આવે છે.
૩૫૮
358
જે રીતે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવાની, તે જ રીતે શ્રીસંઘની પણ આજ્ઞા માનવાની ! જે શ્રીસંઘને પચ્ચીસમો તીર્થંકર કહ્યો તે શ્રીસંઘ કોનો ? જેનો-તેનો નહિ, પણ શ્રી જિનેશ્વરદેવનો. શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તેનો યથાશક્તિ અમલ કરે તો સંઘ ને ? આજ્ઞામાં રહે, આજ્ઞા માને તો સંઘ, પણ આજ્ઞા આઘી મૂકે તો તે સંઘની કોટિથી દૂર થાય છે. ‘સંઘ એ પચ્ચીસમો તીર્થંકર એટલી વાત યાદ રાખી, પણ ‘કેવો સંઘ પચ્ચીસમો તીર્થંકર' એ ભૂલ્યા. જેને અધિકારનું જ ભાન ન હોય, એ અધિકારી કેટલા દિવસ ટકે ? શ્રીસંઘ પચ્ચીસમો તીર્થંકર એ વાત સાચી, પણ કયો સંઘ પચ્ચીસમો તીર્થંકર, એ વાત સાચી પડી ગઈ. એમાં ગોટાળો થયો. પરિણામે ‘અમે સંઘ' કહેવાનો સૌને ઉમળકો થયો, પણ ‘અમે સંઘ ક્યારે ?’ એ વાતનું ભાન ન રહ્યું.
આગળ વધીને ‘અમારાથી કઈ વાત બોલાય અને કઈ વાત પોષાય ?’ એનો વિચાર કે ખ્યાલ સરખો પણ ન રહ્યો. આવા માણસોએ સમજવું જોઈએ કે, ‘ગમે તેમ બોલવું અને ગમે તેમ વર્તવું, એ તો અધિકારની અવગણના છે.’ સંઘને વંદન તો સૂત્રકાર પણ કરે છે, પણ કયા સંઘને ? નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય, સાગર અને મેરૂરૂપ સંઘને, પણ ચાલી નીકળેલાં ટોળાઓને નહિ જ !
ધર્મીને આશ્રય આપે એ સંઘ નગરરૂપ કે ધક્કો મારે એ ? સંસારને છેદવામાં સહાયક થાય તે ચક્રરૂપ કે સંસારમાં ધકેલે તે ? એ રીતે કહેવાઈ ગયેલાં સાતે રૂપકોમાં કહેવાયેલી વાતો યાદ થાય તો પીઠિકા તૈયાર થશે. શ્રીસંઘરૂપ નગર ધર્મીને અખંડ ચારિત્રરૂપ કિલ્લામાં રાખે અને વિષયકષાયરૂપ સંસારને છેદવામાં ચક્ર બની સહાય કરે. સંસાર પાર કરવા જેઓ અશક્ત હોય તેઓને માટે એ ૨થરૂપ બને.
-
વાત વાતમાં ‘છે કાંઈ ?' – એમ સંઘથી બોલાય ? ‘છે કાંઈ ?’ - એ પ્રશ્ન છે ? સંસાર વિષય તો છે જ, દુ:ખમય તો છે જ, તેમાંથી સાધનહીન પણ ધર્મી થાય; સાધનસંપન્ન જ ધર્મી થાય એવું નથી અને સાધનહીન ધર્મને માટે લાયક નથી એવું પણ નથી. રંક ધર્મ કરવા માટે નાલાયક છે, એવું આ શાસનમાં કહેવાય તેમ નથી; પૂર્વપુણ્યના અભાવે દુનિયાની વસ્તુ નહિ પામી શકેલાને પણ ધર્મ લેવાનો અને સેવવાનો સંપૂર્ણ હક્ક છે.