________________
37s –- ૨૯: સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 – ૩૭૩ ઊતરતું નથી, તો પછી અનશન કરી પ્રભુમાર્ગની આરાધનાથી અવસાન થાય તો ખોટું શું ? પૈસો પૈસો કરતાં ન મરો ! મિથ્યાષ્ટિ તો પૈસામાં સુખ માને છે, પણ સમ્યગુદૃષ્ટિ શું માને ? સમ્યગુદૃષ્ટિને તો અલંકાર પણ ભારરૂપ લાગે અને બંગલાઓ ધોળાં કેદખાનાં લાગે. સરકારનાં કેદખાનાં તો સારાં કે જેમાંથી નીકળવાનું મન તો થાય, પણ આ કેદખાનાં તો કારમાં કે જેમાંથી નીકળવાનું પણ મન ન થાય.
જ્યાં પ્રભુ શ્રી વીતરાગદેવનું શાસન નથી, સંસારની અસારતાનો ધ્વનિ નથી, સંયમ ઘોળી ઘોળીને પીવાતું નથી, તે મિશ્રાદષ્ટિ આત્માઓની વાત જુદી છે. પણ જ્યાં વાતે વાતે સંસારની અસારતા વર્ણવાય, ત્યાગનાં વર્ણન થાય, સંયમના ઘોળ કરીને પીવાય, એવાઓ ખાવાપીવામાં, મોજમજામાં અને રંગરાગમાં રાચે, નાચે અને પટિયા પાડ્યા કરે, તથા “અમે આવા !” “અમે સંઘ' એમ કહે એ કેમ ચાલે ?
દરેકેદરેક શ્રી જિનેશ્વરદેવોએ અને એ પરમ વિતરાગતા પંથે ચાલતા દરેકેદરેક આચાર્યોએ, અર્થાત્ એકેએક જ્ઞાનીઓએ સારોડયં સંસાર:' એ રીતે પોતાની દેશનાની શરૂઆત કરીને સર્વત્યાગ, જો એમ ન બને તો દેશયાગ અને તે પણ ન બને તો ત્યાગની રુચિ પેદા કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને વાત પણ એ જ સાચી છે કે મુક્તિ માટે જ સંસારના ત્યાગી બનેલા મહર્ષિઓ ત્યાગ સિવાય બીજું કહે પણ શું ?
“ચોરી કરવાની પણ છૂટ, લાખ લાવીને ન આપવાની પણ છૂટ, એવું એવું ધીમાં સ્વરે પણ કોઈ જજ બોલે ખરો ? જો ના, તો “અમે તો ત્યાગી પણ તમે તો ગૃહસ્થ; તમારે તો પૈસો જોઈએ જ, માટે કમાવ; અમે પગે ચાલીએ, પણ તમારે તો મોટરમાં બેસવું જોઈએ; અમે બ્રહ્મચર્ય પાળીએ, પણ તમે ગૃહસ્થ એટલે તમારે તો પરણવું જોઈએ અને સામગ્રી ન મળે તો વિધવાવિવાહના પડખે પણ ઊભા રહેવું જોઈએ !” આવું આવું ધીમા સ્વરે પણ સાધુ કેમ બોલે ? કહેવું જ પડશે કે, ન જ બોલે ! તો વિચારો કે, આજ તો એનાં ડીંડીમ પણ પિટાય છે. આ દશા છે માટે હવે તો તમે એવા ચેતો કે, એવા માર્ગભૂલા સાધુઓને પણ ચેતવો અને કહો કે, “આપ તો અમારો સંસારનો રસ નબળો પાડો, વધારો નહિ.' | તમે પોતાની જાતે પણ વિચારો કે, “આપણે ઘણા ઘણા સાધુ મહારાજના પરિચયમાં આવ્યા, ઘણાં ઘણાં શાસ્ત્રો સાંભળ્યાં, પણ આપણા ઉપર એનું પરિણામ જેવું જોઈએ તેવું કેમ ન આવ્યું ?” “આવું ચોવીસ કલાકમાં ઓછામાં