________________
382
૩૮૨
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – મારો દુશ્મન છે માટે ખૂન કરું ? “એમ એક સામાન્ય એવા પણ ન્યાયાધીશને પુછાય કે ? જો ન પુછાય, તો પછી સાધુને પાપ કરવાની વાત કેમ જ પુછાય ? ભગવાનનો સાધુ તો અઢારે પાપસ્થાનકના નિષેધની જ વાત કરે. સાધુ રતિભાર પણ પાપની વાત ન કરે. ચૂલો સળગાવતાં હૃદય કંપે તો લાભ ખરો કે નહિ ?' એમ તો કદાચ પુછાય અને પૂછનારને કહેવાય પણ ખરું કે, “હૃદય કંપે તો કંપ જેટલો લાભ છે.” “અમુક પાપક્રિયા વિના ચાલતું નથી પણ હૃદય ડંખે છે તો જૈનત્વ રહે કે કેમ ?' એમ કોઈ પૂછે તો પણ કહેવાય કે, “જૈનત્વ રહે.' પણ “જૈન માટે પાપની મના જ કેમ ?” આમ પૂછે તે જૈન કેવા અને એવાઓને કહેવાય પણ શું? કારણ કે, તેવાઓ તો કહે છે કે, “જૈન બનાવીને શું મારી નાખવાના છે? આવાઓને પૂછવું જોઈએ કે, પાપ છોડવાથી મરી જવાય એમ કહ્યું કોણે ?” પાપ ન કરવાથી મરી જવાય એ બને ?
ગુનેગારને પોલીસ પકડે, ગુનો થતાં જોનારને પણ સાક્ષી સમન્સ લાગે, પણ એ સિવાયના કોઈને પકડે ? નહિ જ ને ? તો એથી સ્પષ્ટ જ છે કે પાપ નહિ કરવાથી મરી જવાતું નથી, પણ વસ્તુત: પાપ કરવાથી જ મરી જવાય છે; આ છતાંય પાપ કરવું અને એને સારું મનાવવાની વાત કરવી” એ કેમ થાય ?
આજે તો કથનના અર્થને જ વિપરીત કરનારા ઘણા છે અને એવા લોકો એવું જ માની બેસે છે કે, જ્ઞાનીઓએ જેનો નિષેધ કર્યો ન હૌય તે કરણીય જ છે અને એથી જ પાપમાંથી પાછા હઠવાને બદલે તેઓ પાપમાં જોડાતા જાય છે એવું સ્પષ્ટ દેખાય છે. તેમ શુદ્ધ દૃષ્ટિથી વિચારો કે, “અભક્ષ્ય ન ખાવું જોઈએ એમ સાધુ કહે. એનો અર્થ “ભક્ષ્ય ખાવું જ' એવો થાય ખરો ? અને ભક્ષ્ય ન ખવાય તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉલ્લંઘી એમ કહેવાય ખરું કે ? સભાઃ નહિ જ. કારણ કે, એનો અર્થ તો એ જ છે કે, આવું પડે તો પણ
અભક્ષ્ય તો ન જ ખાવું જોઈએ. આથી એ સ્પષ્ટ જ છે કે, “અભક્ષ્ય ન જ ખાવું જોઈએ” એનો અર્થ એ નથી જ થતો કે, “ભક્ષ્ય તો ખાવું જ.” પચીસ ચીજ ભક્ષ્ય બની છે અને ભાણામાં આવી છે, છતાંય વીસ તજીને પાંચ જ ખાય તો લાભ કે હાનિ ?
સભા: લાભ જ. એમાં વળી હાનિ કેવી ?
હવે તમે સમજી શકશો કે, એકાંતે ઉપકારની ભાવનાવાળા જ્ઞાની પુરુષોએ અભક્ષ્ય આદિ ભયંકર ચીજોનો નિષેધ કર્યો છે અને જેના વિના ચાલે તેમ નથી એટલે કે, જે જે ભૂમિકાએ જેનો જેનો નિષેધ નથી કર્યો અને વિધાન પણ નથી - કર્યું, તેથી તે તે વસ્તુઓ કરણીય જ છે એવું નથી. કારણ કે, જ્ઞાનીઓએ કરણીય