________________
૩૪૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- 46 જોઈ શકાય નહિ, તેને ચર્મચક્ષુથી જોવા માગે તે શી રીતે દેખાય ? અનંતજ્ઞાન પ્રગટ થયા વિના દુનિયાની સઘળી વસ્તુ જોઈ શકાતી નથી એમ જ્ઞાની કહી ગયા, એ ચીજો ચર્મચક્ષુથી જોવા માગે, એનો સાક્ષાત્કાર ચર્મચક્ષુથી જ કરવા માગે. એ ભયંકર નાસ્તિકતા છે. ચક્ષુ પણ કેવી ? કાગળ વાંચવા ચશ્માં જોઈએ એવી, સૂર્ય સામે આંખ ટકે નહિ એવી અને સૂર્યાસ્ત થાય કે, ધોળું પણ કાળું દેખાય એવી ! આવી ચક્ષુવાળાને અહીં રહ્યું રહ્યું મેરૂ દેખાય ? એવાને કહો કે; '. “અનંતજ્ઞાનીએ કહેલી વસ્તુ ન માનો અને બધુંય ચર્મચક્ષુથી જ જોવા માગો તો નાસ્તિકનો ઇલ્કાબ આનંદથી પહેરી લો.'
શ્રી જૈનશાસન એ એક જબરજસ્ત યુનિવર્સિટી છે, એમાં યોગ્યને યોગ્ય ઝભ્ભા અપાય છે. અનંતજ્ઞાનીઓના વચનને માને તેને આસ્તિકનો ઝભ્ભો અને ન માને તેને નાસ્તિકનો ઝભ્ભો. હવે તો એવા પક્યા છે કે, પોતે પોતાને નાસ્તિક કહે છે ! સારું કે, કોઈ ફસાય નહિ..નાસ્તિકની ઉપમા મળતાં હીણભાગીને આનંદ ન થાય તો કોને થાય ? હોઠ સાજા તો ઉત્તર ઝાઝા, રદિયા તૈયાર રાખવા અને દેવા, જરાયે ગભરાવું નહિ.
એ ખોટા ઉત્તરો દીધે જાય તો સાચાઓ સાચા ઉત્તરો આપતાં અચકાય કેમ ? નાસ્તિકની વ્યાખ્યા સીધી અને સાદી છે. અનંતજ્ઞાનીએ જોયેલી વસ્તુ નજરે જ જોવા માંગે તે નાસ્તિક; નજરે જોયા વિના ન જ માને તે નાસ્તિક.
સભાઃ આવું કહેનારાને તેઓ અંધશ્રદ્ધાળુ કહે છે.
એ તો બધું જ કહે પણ તમે એમને કહો કે, “અમે તો શ્રી જિનેશ્વરદેવોને, શ્રી જિનેશ્વરદેવના અનુયાયી મહર્ષિઓને જ માનનારા છીએ અને તમે તો સર્વજ્ઞ પરમાત્માની નિશ્રામાં નહિ રહેતા છબસ્થોને, એટલે કે અજ્ઞાનીઓને, સ્વાર્થીઓને અને પ્રપંચીઓને પણ માનનારા છો, માટે અંધશ્રદ્ધાળુઓ અમે નથી પણ વસ્તુતઃ તમે જ અંધશ્રદ્ધાળુ છો.” અમારો તો કાયદો છે કે, માતવાન પ્રમાણમ્ ' અને આથી જ અમે તો પરમ આપ્ત એવા પરમાત્મા શ્રી મહાવીરદેવને માનીએ છીએ; જે ભગવાન શ્રી મહાવીરદેવને સર્વજ્ઞ માને તેને તે તારકની આજ્ઞા માનનારને અંધશ્રદ્ધાળુ કહેવાનો કોઈ જ અધિકાર નથી. અમે કહીએ છીએ કે, “જે લોકો પ્રભુમાર્ગના શ્રદ્ધાળુઓને અંધશ્રદ્ધાળુઓ કહે છે, તે લોકો જેની પાછળ પડ્યા છે તેઓ અજ્ઞાન છે, સ્વાર્થી અને પ્રપંચી પણ છે, માટે અંધશ્રદ્ધાળુ તો એ છે.'