________________
19 – ૨૯ સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મેલન - 26 – ૩૧૯ પાછળ આખીયે જિંદગીનું સમર્પણ કરી દેનારા મહર્ષિઓએ પોતાના જાનની પણ દરકાર નથી કરી. બગલાની શાંતિ વખાણવા લાયક નથી :
આથી સ્પષ્ટ જ છે કે, શ્રી જિનેશ્વરદેવોના સાધુઓ તે કાંઈ જેવા તેવા ત્યાગી નથી. અને ત્યાગી જ નહિ, પણ મહાત્યાગી છે, મહાપ્રતિજ્ઞાઓનું પાલન કરે છે. તે મહર્ષિઓને ડગલે-પગલે પ્રતિજ્ઞાનું પાલન કરવાનું હોય છે. એવી પ્રતિજ્ઞાઓના પાલનમાં તો ઝંકારા પણ બોલે અને શાંતિ પણ છવાય; બેય હોય; કારણ કે તે તારકોની દેશનામાં તો શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલા સન્માર્ગનું અને તેના મંડનની આડે આવતા એક-એક કુદર્શનનું ખંડન થાય.
આજે તો એના કરતાંય ઘરખંડનની જરૂર વધી પડી છે, એટલે ઘરખંડનમાંથી પાર આવે ત્યારે બીજે જવાય ને ? પૂર્વાચાર્યો તો કુદર્શનોનું ખંડન કરતા અને તેઓએ બિછાવેલી જાળોને ચીરી નાંખતા; આથી તે તે દર્શનના અનુયાયીઓ શું શું કરવા ન ઇચ્છે ? રામાયણમાં સ્કંદકસૂરિની વાત જોઈને ! સત્યનું સમર્થન કરવા માટે પોતાને પણ સહેલું પડે, પણ જ્ઞાનીએ એમ ન કહ્યું કે, “એ કરવામાં ભૂલ કરી, ખોટું કર્યું !”
આજે ઘરના પણ મારવા ઇચ્છે છે, તો બહારના ન ઇચ્છે ? આજના કહે છે કે, સાચું કહેવું ત્યાં વૈર કેમ હોય ? આ પ્રશ્ન જ અજ્ઞાનતાભર્યો છે, કારણ કે, અજ્ઞાન, જડ અને ઊંધી ગતિવાળાઓનું વેર સત્યની સામે જ હોય છે. એ લોકો કહે છે કે, “શાંતિ કેમ ન હોય ?” એમને કહો કે, “શાંતિ એ કંઈ માગ્યે મળે તેવી નથી; કોઈની પાસેથી ઉછીની લવાય તેવી નથી; દાંભિક શાંતિ જોઈતી હોય તો બગલાની શાંતિ ઘણી સારી છે.” એવી શાંતિ માટે બગલાનો દાખલો જ બંધબેસતો છે. બગલો હાલ-ચાલેય નહિ, આંખ પણ ઊંચી કરે નહિ અને માછલાને નજરે ભાળે કે તરત પકડી લે ! એવી જ રીતે તમારા નાશની જેને ચિંતા જ ન હોય, તે ઠંડે કલેજે હા-હા કરે, પરંતુ શું બધી જ વાતમાં હાજી હા કરનારાઓ સારા છે ? રામદાસ અને ઉલ્લુદાસઃ
હાજીદાસનું કહેવાતું દૃષ્ટાંત ખાસ હાજી હાની વિલક્ષણતા સમજવા માટે ઘણું જ રમૂજી હોવા સાથે ઉપયોગી પણ છે. “રામદાસને ‘ઉલ્લુદાસ” નામનો એક મિત્ર હતો. તે બધી વાતમાં હા-હા જ કરે, એવો એનો નાશક સ્વભાવ હતો; કારણ કે, ‘હા’નો ઉપયોગ કરતાં સામો જહન્નમમાં જાય તોય એની એને પરવા જ નહોતી.