________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
કે મૂંગા હોય તેમ જોઈ, સાંભળી કે ખમી રહ્યા છે, તેઓ પોતાની અને પોતાના આશ્રિતોની, પોતાના જ હાથે કારમી કતલ કરી રહ્યા છે, એમાં પણ કશી જ શંકા નથી.
૩૨૮
તત્ત્વભૂત અર્થની શ્રદ્ધા કેળવો :
આ રીતે શ્રી જિનેશ્વરદેવના દર્શનમાં સમ્યગ્દર્શનમાં મહત્તા સમજી, તેના સ્વરૂપથી એક-એક મોક્ષના અર્થીએ સુપરિચિત થવું જોઈએ. સમ્યગ્દર્શન, એ તો શ્રી જિનેશ્વરદેવના ધર્મરૂપ પ્રાસાદનો પાયો છે; એટલે કે, તેના ઉપર જ શ્રી જિનેશ્વરદેવના ધર્મરૂપ પ્રાસાદનો આધાર છે; આથી આપણે જોઈ ગયા કે, તેનું સ્વરૂપ દર્શાવતાં આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજાએ ફરમાવ્યું કે,
“તત્ત્વોના અર્થોનું અવિપરીત એટલે યથાર્થ શ્રદ્ધાન, તેનું જ નામ સમ્યગ્દર્શન.’
આ સ્થળે એ જ વિચારવાનું છે કે, ‘ભગવાન શ્રી મલયગિરિજી . મહારાજાએ તત્ત્વની શ્રદ્ધા નહિ કહેતાં, તત્ત્વના અર્થની શ્રદ્ધા કેમ કહી ?' જીવ એ તત્ત્વ છે; દરેક આસ્તિક દર્શન એ તત્ત્વને સ્વીકારે છે-પણ તત્ત્વનો ભાવ પામી શકતા નથી અને તત્ત્વ માત્રને બોલી જવાથી કંઈ વળે નહિ. આથી ‘જીવ એટલે શું ?' એ ખાસ સમજવું જોઈએ.
328
આ વિશ્વમાં જીવ, અજીવ એ બે તત્ત્વ જ્ઞેય છે. સારી દુનિયામાં મુખ્યપણે જીવ અને અજીવ એ બે જ તત્ત્વો છે; આ બે તત્ત્વ સિવાયની ચીજ આ દુનિયામાં નથી. એ બે તત્ત્વોને જાણ્યા વિના ઇષ્ટ સાધના ન જ થાય, માટે એ તત્ત્વો શેય છે. આથી કેવળ એ તત્ત્વોનો શાબ્દિક આડંબર કરવાથી. કંઈ જ ન વળે; તે તત્ત્વોને તેના તેના સ્વરૂપથી, લક્ષણથી અને ભેદ-પ્રભેદોથી જાણવાની મહેનત ક૨વી જોઈએ.
પુણ્ય અને પાપનું સર્જન, એ અજીવ તત્ત્વમાંથી જ થાય છે. આત્મા પોતાના શુભ અથવા શુદ્ધ પરિણામથી અજીવ સ્વરૂપ કર્મવર્ગણાનાં પુદ્ગલો શુભ સ્વરૂપે બાંધેલ તે પુણ્ય અને અશુભ પરિણામથી અજીવ સ્વરૂપ કાર્યણવર્ગણાના અશુભ સ્વરૂપે બાંધેલાં પુદ્ગલો તે પાપ. શુભ પુદ્ગલના ઉદયથી સારી સામગ્રી મળે અને સારી રીતે ભોગવાય તે પુણ્યોદય અને અશુભ પુદ્ગલના ઉદયથી ખરાબ સામગ્રી મળે અને ખરાબ રીતે ભોગવાય તે પાપોદય. શુભ અથવા શુદ્ધ પરિણામના યોગે અજીવસ્વરૂ૫ કાર્મણવર્ગણામાં
નંદિસૂત્ર ટીકા
૧. સમ્ય-વિપરીત વર્શન-તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્શનમ્ ।।
-