________________
૨૭ : સંઘ મેરૂ જેવો દેઢ, દૃઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 ૩૩૫ છે, તે એમની કાર્યવાહીથી, પણ અન્ય કોઈની કાર્યવાહીથી નહિ. પ્રભુને હીરાના મુગટ પહેરાવે છે, તે એ તારકની કાર્યવાહીથી અને એ તારકના નામથી પહેરાવે છે, પણ અન્ય કોઈના નામથી નહિ !
સભા એ ખાતામાં ઢગલો કેમ થાય છે ?
335
એ જ એ તારકનો પ્રભાવ છે, એ જે સ્થળે જાય એને ઉમળકો આવે જ. એ તા૨ક છે. એમનાં મંદિરો એ કોઈની બાપીકી મિલ્કત નથી. એ તો એ તારકોના ગુણોથી ઉત્પન્ન થયેલી મિલ્કત છે. આપણે પણ જે થોડા ઘણા સુખી છીએ, તે એ તારકના પુણ્યમાર્ગની કે પુણ્યમાર્ગને અનુસરતી કોઈ કોઈ ક્રિયાથી ઉત્પન્ન કરેલા પુણ્યપરમાણુથી; એ પુણ્યપરમાણુ ખૂટશે ત્યારે માનો કે, ભયંકર દશા આવી.
દુનિયામાં સુખી થવા માગતા હો તો પણ લાડી, વાડી અને ગાડીના ન બનો; એના બન્યા તો સુખ ગયું ! સમજો કે, લાડી, વાડી અને ગાડીના યોગે કદાચ શેઠ કહેવાશો, મોટા મનાશો, પણ એમાં વસ્તુતઃ સુખ તો નથી જ. ન્યાયશીલ હશો તો માનશો, પણ હઠીલા થાઓ તો ઉપાય નથી.
સભાઃ સુખ એટલે ?
આત્માને અનુભવથી જણાતો આત્માનો એક ધર્મ.
સભા ઇચ્છા સૌની જુદી જુદી હોય છે ને ?
જેટલી ઇચ્છાઓ એટલાં જ દુઃખ છે અને ઇચ્છાનો અભાવ એ જ સુખ; જ્યાં ઇચ્છા છે ત્યાં વસ્તુતઃ સુખ નથી. ગૂમડું મોટું થાય, લપકા મારે, ડૉક્ટર કાપે; એટલે ‘હા-આ-શ' થાય એવું એ સુખ; પછી પટી માર્યા કરે. માથા પરથી પાંચ મણનો બોજો તે હેઠો ઉતારે, એટલે હા-આ-શ એવું એ સુખ.
ઇચ્છા ઘટે ત્યારે જ સુખ મળે. શાસ્ત્ર તપને પરમ સુખ કહ્યું; તપ એટલે ઇચ્છાનિરોધ. પૂર્વે લક્ષ્મી માટે અત્યારના જેવી તિજોરીઓ નહોતી રાખવી પડતી; એમને એમની લક્ષ્મીનો વિશ્વાસ હતો; પણ તમારી લક્ષ્મીનો તમને વિશ્વાસ નથી. આજે તો એ દશા છે કે, તાળાં રહી જાય અને માલ ચાલ્યો જાય. વખતે એવું પણ બને કે, પોતાના હાથે તિજોરી ઉઘાડીને આપવું પડે. પૂર્વપુરુષોને વગ૨ તાળે મિલકત સચવાતી અને વધ્યે જતી એમ કહેવાય છે.
શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા બાલ્યકાળમાં એક વડીલ સાધુ સાથે એક ગૃહસ્થને ઘેર ભિક્ષાએ ગયા છે; એ વખતે એ અલ્પ સમયના દીક્ષિત અને નાના સાધુ હતા. જેના ઘે૨ ભિક્ષાએ ગયા હતા તેણે પોતાના પૂર્વજોએ દાટેલા સોનૈયા