________________
૨૨૮
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – દબાઈ ગઈ છે એ પણ એટલું જ સાચું છે; કારણ કે, ભીખ માંગવાનો ગુણ કાંઈ આત્માનો નથી : હોટલમાં જઈ ચા પીવી એ કંઈ આત્માનો ગુણ નથી; ચા વિના ન જ ચાલે એ ગુણ આત્માનો નથી; વેપાર કરવો, પૈસો મેળવવો, પૈસા માટે ગ્રાહકોની દાઢીમાં હાથ નાંખવો અને એની ગાળો ખાવી” એ કંઈ આત્માનો ગુણ નથી. બંગલામાં, રમણીમાં, પૈસામાં મૂંઝાવું, એ આત્માનો ગુણ છે ? નહિ જ. ત્યારે આ બધું કેમ બને છે ? અનાદિકાળથી કર્મના સંસર્ગમાં ભળ્યા છો માટે. માટીમાં પડેલું જે સોનું કારીગરના હાથમાં ન જાય, તેની શી હાલત? પગ નીચે છૂંદાય, વાસણ ઉટકવામાં વપરાય અને નાશ પામે; કારણ કે, વાપરનારને એની કિંમત સમજાઈ જ નથી. આત્માની પણ એ જ હાલત છે.
આત્મારૂપ સોનું કર્મરૂપ માટીમાં મળેલું છે. કારીગરના હાથમાં જાય તો પોતાના મૂળ સ્વરૂપને પામે. અનંત શક્તિ ખરી, પણ કયા આત્માની ? જે કર્મની સામે યુદ્ધ કરી તેના પર વિજય મેળવે અને જેને દુનિયાની કોઈપણ વસ્તુ ન મૂંઝવે તેની !
જેમ સોનું સો ટચનું પણ હોય, અઠ્ઠાણું ટચનું પણ હોય, ઓછું પણ હોય, માટીમાં મળેલું પણ હોય, તેમ આત્મા સ્વરૂપે અનંત શક્તિમાન હોવા છતાં અધિક શક્તિમાન, અલ્પ શક્તિમાન તથા શક્તિહીન પણ હોય. શક્તિમાન એવા હોય કે, હાલચાલે પણ નહિ. શરીરમાં રહેવા છતાં પણ શરીરની પરવા ન કરે, તો અહીં પણ એ આત્મા શક્તિમાન કહેવાય અને જ્યારે સર્વથા શરીરથી છૂટે ત્યારે તો તદ્દન શુદ્ધ કોટિમાં જાય. અનાદિકાળથી એ કર્મોથી લેપાયેલો છે, માટે એ એનું મૂળસ્વરૂપ ન કહેવાય. સ્ફટિકનો વર્ણ તો સફેદ જ છે, પરંતુ એમાં પરોવેલા રાતા, લીલા, પીળા દોરાને લઈને તેનો તેવી તેવો રંગ દેખાય, માટે એ એનો રંગ નહિ; એ રંગ તો દોરાનો છે. આત્માનું સત્તાગને સ્વરૂપ તો બધાનું એક જ છે. “અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય” આ સ્વરૂપ બધાનું જ સત્તાગત છે. તે સ્વરૂપ એક જ છે.
સોડવંજપો, પણ ઢોંગ ન કરો. સભા સદંતે આ ?
મળથી રહિત થવાય તો હું તે ! નહિ તો તે, તે અને હું, તે હું ! “સોડ૬ ધ્યાનમાં તે (પ્રભુ) “:' અને હું ‘માં’ કેમ ? હું મેલો માટે ! તે “ઃ' કેમ થયા ? ખાતાં પીતાં ? ઝોલાં ખાતાં ? ઇરાદાપૂર્વક “સઃ'ની પરવા ન કરે, ‘૩ની ક્રિયા ચાલુ રાખે અને “સોડ' નો જાપ કરે, એને તો એ જાતના