________________
૨૪૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
– 2 : પડે, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેનું મારાપણું ટળે, તેવા જ્ઞાનને શ્રી જૈનશાસનમાં સમ્યગુજ્ઞાન કહેવાય છે, પણ જે જ્ઞાનથી મોજશોખનાં સાધનો પ્રત્યેની લાલસા વધે અને દુનિયાના રંગરાગ વધે, તે જ્ઞાન સમ્યગુજ્ઞાન નથી. પણ મિથ્યાજ્ઞાન છે. એવા મિથ્યાજ્ઞાનનાં પુસ્તકો વાંચીને જગતના પદાર્થો પ્રત્યેની લાલસા વધી, એટલે સુખ હતું તે ગયું અને દુઃખ વધ્યું - 'મિથ્યાદષ્ટિવાળા સાડા નવ પૂર્વીને પણ શાસ્ત્રકારોએ અજ્ઞાન કહ્યા છે અને સમ્યગુષ્ટિવાળા અષ્ટપ્રવચન માંતાના ધણીને પણ જ્ઞાની કહ્યા છે. સાડા નવ પૂર્વી જાણે ઘણું, પણ એનાથી એના આત્માને જરાય લાભ નહિ, કારણ કે, જો દુનિયાના પદાર્થો પ્રત્યે મમત્વ હોય, તો એ જાણપણું એ જ એને માટે દુઃખરૂપ બને છે, અને અષ્ટપ્રવચન માંતાને પાળનારો ભલે જાણે એટલું જ, પણ દુનિયાના પદાર્થો પ્રત્યેનું મમત્વ જવાથી થોડા જ્ઞાને પણ એને અપૂર્વ સુખ છે.
જ્ઞાન તે કહેવાય કે જેના યોગે પગલે પગલે દુનિયાનાં સુખો પ્રત્યેનું આકર્ષણ ઘટે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી ચોપડી ભણ્યો. કોઈ પૂછે કે, સાત ચોપડી ભણ્યો, પણ પરિણામ ? એ ભણનારો કહે કે, પહેલી ચોપડી ભણતો હતો ત્યારે માત્ર રમકડાં કે મમ્ (ખાવાનું) માંગતો હતો; બીજી ચોપડી ભણ્યો માટે સમજ્યો એટલે પૈસા માંગતો થયો; ત્રીજીમાં આવ્યો અને ભણ્યો એટલે એથી અધિક માંગવાની વૃત્તિ પ્રબળ થઈ; જેમ વધુ ભણ્યો તેમ લાલસા વધી.” શાસ્ત્ર કહે છે કે, એ અજ્ઞાન છે.
જે ભણવાથી દુનિયાના પદાર્થો પ્રત્યેનું મમત્વ વધે તે અજ્ઞાન છે. જ્ઞાની પુરુષો કહે છે કે, કેવળ આ લોકમાં જ ઉપયોગી થાય, તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનનો પ્રચાર-કેળવણીનો પ્રચાર કરો, પણ તે એવો પ્રચાર કરો કે, જેથી તે જ્ઞાન અને કેળવણીને પામેલા આત્માઓ પાપમાત્રથી ધ્રૂજે અને આ લોકની લાલસામાં ન ફસાતાં આત્મકલ્યાણની સાધનામાં સાવધ થાય. ઉંમર વધે તેમ દુનિયાના પદાર્થો પ્રત્યેની મમતા વધે કે ઘટે ? વધે તો જ્ઞાની કહેવાય ? નહિ જ. જેનાથી આત્માનું સ્વરૂપ નિશ્ચિત થાય તે જ્ઞાન. આત્મસ્વરૂપ સમજાય તો તરત જ સમજાય કે, સારી દુનિયાના સંયોગો પર છે અને તે છોડવાના જ છે; અને એમ સમજાય જાય તો ધર્મ આપોઆપ પરિણામ પામે.
૧. સમકિત વિણ નવપૂરવી, અજ્ઞાની કહેવાય;
સમકિત વિણ સંસારમાં, અરહો પરહો અથડાય.
૨. સ્વભાવગ્રામસંર-ાર જ્ઞામિથ7 .
- જ્ઞાનસાર