________________
૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મૂલન
વીર સં. ૨૪૫૬,વિ. સં. ૧૯૮૬, પોષ સુદ- ૯, ગુરુવાર. તા.૯-૧-૧૯૩૦
♦ ઉન્માર્ગના ઉન્મૂલનની અનિવાર્યતા :
♦ `અમે તમારા નહિ પણ ભગવાનના છીએ :
♦ દહીં-દૂધિયા ન બનતાં સુસ્થિર બનો !
૦ શ્રાવકની સાચી પેઢી કઈ ?
♦ વ્યાખ્યાન શા માટે ?
♦ શ્રી સંઘરૂપ મેરૂની પીઠ કઈ ?
♦ સમ્યગ્દર્શન એટલે ?
♦ બગલાની શાંતિ વખાણવા લાયક નથી :
• રામદાસ અને ઉલ્લુદાસ :
♦ અસત્યને તેના રૂપમાં પ્રગટ કરવું જરૂરી :
26
ઉન્માર્ગના ઉન્મૂલનની અનિવાર્યતા !
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણ ગણિજીએ શ્રી જિનેશ્વ૨દેવ પછી શ્રીસંઘને પૂજ્યકોટિનો ગણી, શ્રી નંદીસૂત્રમાં શ્રીસંઘની આઠ ઉપમાથી સ્તવના કરી છે; જેમાંની સાત ઉપમાઓનો વિચાર આપણે કરી ગયા અને આઠમી મેરૂ પર્વતની ઉપમાની વિચારણા ચાલે છે.
શ્રી સંઘ ધર્મીને આશ્રય આપવા નગર સમાન છે, સંસારને છેદવાની ભાવનાવાળા ધર્મીના હાથમાં શ્રીસંઘ ચક્રરૂપ છે, સાધન વિનાનાને સાધન *આપી મોક્ષમાર્ગે પહોંચાડવા માટે શ્રીસંઘ એ રથ સમાન છે, તથા શ્રીસંઘ કાદવમાં પેદા થવા છતાં અને પાણીમાં વધવા છતાં એ બેયથી અલગ રહેનાર કમળ જેવો છે. વળી શ્રીસંઘ ચંદ્ર તુલ્ય છે, જે આખા નગરને શાંતિનો માર્ગ બતાવનાર છે, શ્રીસંઘ સૂર્યરૂપ છે, કા૨ણ કે અજ્ઞાનનો નાશ કરે છે; ગમે તેવા પ્રસંગોમાં ક્ષોભ પામતો નથી માટે શ્રીસંઘ સાગર જેવો છે; અને હવે શ્રીસંઘ મેરૂ જેવો કેમ છે, એનું વર્ણન ચાલે છે.
મેરુ આખા લોકની મધ્યમાં છે, આખા લોકની મર્યાદા કરનાર છે, દિશાઓને પ્રકાશનાર છે, સુવર્ણવર્ણી છે, લાખ યોજનનો છે, અતિશય સુંદર