________________
305 – ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! 25 – ૩૦૫
તેવી જ રીતે કોન્ફરન્સની સ્થાપનાના અને તે ભરવાના હેતુ જોવા જોઈએ છે! સંઘ આગમ માને કે ન માને ? આગમ ન માને, એ સંઘ જ રહેતો નથી. હું પાટ ઉપર બેસીને મરજી મુજબ કહું, આગમને આઘે મૂકવાનું કહ્યું, તો તમે મને સાંભળો ? નહિ જ, કારણ કે, “અમે પણ યથાશક્તિ આગમને અનુસરીએ અને વિરુદ્ધ તો ન જ જઈએ તો ગુરુપદે અને આગમને આઘાં મૂકી દઈએ તથા વિરુદ્ધ વર્તીએ તો તમારાથીયે નીચી હદના!” તેમ સંઘ માટે પણ સમજી લેવું જોઈએ.
શ્રીસંઘને તો મેરૂ જેવો બનાવવો છે કે, જેથી એને જોઈને દુનિયા પણ ઝૂકે. સંઘને કમળ કહ્યો, તેમાં શ્રાવકોને ભમરા જેવા કહ્યા. ભમરા પણ કાદવ તથા પાણીથી ઉપર રહે, કમળને ફરતા રહે અને ગુંજારવ કરે. ગુંજારવ શો કરે ? “તમારા જેવા બનાવો, તમારા જેવા બનાવો” એવો !
સભાઃ પૂજક મટી પૂજ્ય બનવાનો ! સમજો છો, છતાં ઢીલા કેમ ? સભાઃ સમજે છે પણ માંદા છે.
તો દવા આપું! પણ રોગનો એકરાર થાય તો ને ? દવા બધી છે પણ બોલે નહિ ત્યાં શું થાય ? માંદા હોય અને સાજા દેખાવું, એ ક્યાં સુધી ચાલે ? જે આત્માઓ ઉપર નિરંતર શ્રી જિનેશ્વર જેવા દેવ, તે તારકના જ માર્ગે ચાલનારા નિગ્રંથ ગુરુ અને શ્રી જિનેશ્વરદેવ કથિત આગમમાંથી કેવળ ધર્મરસના જ પ્રવાહો રેલાયા કરે, તે આત્માઓ માંદા હોય ? માંદા તો તે કમનસીબો હોય, કે જેઓને ઉપાસ્ય દેવની ઉપાસના ન ગમે. પ્રભુમાર્ગે સંચરતા અને પ્રભુમાર્ગનો જ પ્રચાર કરતા સાધુ દીઠા ન ગમે અને અપૂર્વ મોક્ષમાર્ગનાં દર્શક આગમો ને ગમે.
આ રીતે એકાંતે દુનિયામાં રાચેલા-માયેલા પ્રાણીઓ પ્રભુના ધર્મને ઉથલાવવા પૈસા ખર્ચે છે, તો તમને પ્રભુનો ધર્મ જીવંત રાખવા માટે નાશવંત લક્ષ્મીને ખર્ચતાં શી મૂંઝવણ થાય છે ? ‘ત્યાં ડૂબવાનું છે, અહીં તરવાનું છે એ નક્કી છે અને “મરવાનું છે તથા છોડવાનું છે એ પણ નક્કી છે; તો પછી ‘હાય પૈસો કરતાં મરો, તેના કરતાં “ધર્મ ધર્મ કરતાં મરવું એ જ સારું છે કે બીજું ? કડવું છતાં હિતકર :
કેટલાક કહે છે કે, “અહીં બહુ જ કડવું કહેવાય છે, પણ હું કહું છું કે, હિતકર પણ કડવું કહેનાર જો કોઈ નહિ મળે, કલ્યાણકારી ટોણા મારનાર નહિ મળે, તો જાગો એવા છો ક્યાં? એદીના આદમોને કડવા પણ હિતકર શબ્દો બળતા હૃદયે હિતૈષીઓએ કહેવા પડે.