________________
૩૦૪
-
304
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – આપ બધાને જોઈને અમને આનંદ થાય છે, પણ આ બધું છે શા માટે ?” જુદા જુદા રૂપમાં આવેલા જુદા જુદા આદમીઓને સત્યની રક્ષા માટે પૂછો કે, “આ બધું શા માટે ?' એમ સભ્યતાપૂર્વક શાંતિથી પૂછવું જ જોઈએ. “સુધારા માટે કહે તો પૂછો કે, “સુધારો શાનો ?” દરેક કાર્ય માત્રમાં હેતુ ઉદ્દેશ અને પ્રયોજન તો તપાસવાં જોઈએ ને ? જો હેતુ શુદ્ધ હોય, તો એ કાર્યને પાર પાડવા તન, મન અને ધનનો ભોગ આપવો જોઈએ અને જો હેતુ અશુદ્ધ હોય, તો એ પાર ન પડે તે માટે પણ તન, મન અને ધનનો ભોગ આપવો જ જોઈએ. :)
વર્ષે વર્ષે આવી આવી સભાઓ ભરવાના હેતુ, ઉદ્દેશ અને પ્રયોજન તો એ જ કે, “ધર્મી આત્માઓના સહવાસથી અને શુદ્ધ દૃષ્ટિપૂર્વક આત્મકલ્યાણના ઇરાદાથી ઉત્તમ વિચારોની આપ-લે કરી, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને યથાશક્તિ અનુસરવી, તેની રક્ષા માટે સર્વસ્વનો ભોગ આપવાની શક્તિ કેળવવી અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો વધુ ને વધુ પ્રચાર કરવો.’
જો હેતુ આ ન હોય, તો કહો કે, શંભુમેળો કરવો છે અને આ સંયમ બંધ કરાવવાની, આગમ ઉથલાવવાની અને શાસ્ત્રની આજ્ઞા ન માનનારા ટોળાની કોન્ફરન્સ છે” એમ કહો ! નામ ફેરવો પછી ગમે તેમ કરો, તેમાં વાંધો નથી, બાકી નામ તેવા ગુણ તો જોઈશે જ !
શેઠ લખાવવું અને શવિદ્યા કરવી, એ હવે નહિ ચાલે. શેઠ સાહેબ કે રા. રા. શ્રી પાંચ જેવા પોતાને લખાવો તેવા બનો ! કહેવરાવવું સાક્ષર અને કામ રાક્ષસનું કરવું, એ કેમ ચાલે ? જૈન કહેવરાવીને શાસન ઉપર ઘા કેમ કરાય ? જેવા હો તેવા બહાર આવો, નહિ તો જ્યાં બેઠા છો ત્યાંના ઉદ્દેશ તો બરાબર સાચવવા જ જોઈએ. પાટ ઉપર શા માટે બેસવાનું!
જો કોઈ આવી મને પૂછે કે, “પાટ ઉપર કેમ બેઠા ? આ પ્રશ્નના ઉત્તરમાં હું, “ભગવાને કહેલા આગમ મુજબ સદ્ગુરુથી મળેલા જ્ઞાનના આધારે, તમારા કલ્યાણ માટે તમને કંઈ કંઈ કહેવા માટે !” આ પ્રમાણે કર્યું એ તો વાજબી, પણ હું કહ્યું કે, “મારી મરજી મુજબ કહીશ” તો તમારી ફરજ છે કે, મને ઊંચકીને પાટ ઉપરથી ઉતારી દેવો.
પાટ ઉપર બેસીને આગમની દરકાર કર્યા વિના, મરજી મુજબ કહું તો હું સાધુ નહિ અને તમે તેમ કરતાં મને ઉઠાવી ન મૂકો, અગર તે તાકાત ન હોય તો તમે ચાલ્યા ન જાઓ, તો તમે શ્રાવક નહિ.