________________
૩૦૯
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
-
306
માલિક પોતાના ગળિયા બળદને બે-ચાર ગાડાંવાળાને બોલાવીને પણ આડાં ઘાલીને ઊભો કરે. ઘરનો બળદ ઘેર તો પહોંચાડવો પડે ને ! હું પણ ઘેર પહોંચાડવાનો પ્રયત્ન કરું, તેમાં કડવું શું? જેમ ધર્મવિરોધની ટીકા કરું છું તેમ તમારી ખામીની પણ ટીકા કરું છું. જેમ વિરોધી ભયંકર છે, તેમ તમે પણ એદી, બનો તો ભયંકર છો ! માટે તમને પણ હિતેષીએ કડવી પણ હિતશિક્ષા તો દેવી જોઈએ અને તે જો તમને મીઠી લાગે, તો જ તમે ધર્મ પામ્યા છો, એમ માનું અને જો કડવી લાગે, તો માનું કે, મારી સઘળી મહેનત તમારા માટે નિષ્ફળ ગઈ છે !' પણ મને એ ખાતરી જ છે કે, તે મહેનત નિષ્ફળ ન જાય અને આટલું કડવું કહેવા છતાં પણ આનંદપૂર્વક સાંભળનારાઓની દૂર દૂર સુધી પણ આટલી મોટી સંખ્યાની કાયમી હાજરી, એ જ એનો મજબૂત પુરાવો છે.