________________
૩૦૨ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- 302 ચકે. જે હેતુથી જે સંસ્થા ઊભી થઈ હોય, તે હેતુને જ જો તે ન સાચવી શકે તો તે સંસ્થા તે સમાજમાં જીવતી જ ન રહેવી જોઈએ.
જૈનસંઘ, જૈનસમાજ, તો જૈનશાસનને દીપ્તિમાન કરવા પૂરતા પ્રયત્નો કરે, પણ જો એ સંસ્થા જૈનશાસનને કલુષિત કરવાના પ્રયત્નો કરે, તો એને નાબૂદ કરવી એ પ્રત્યેક જૈનની ફરજ છે. જે ઘર રહેવા લાયક ન હોય, તે ભાંગી નાંખવું પડે. મકાન સાત માળનું હોય પણ ભીંત દોદરી થઈ, થાંભલા સડ્યા અને પાયો પોલો થયો, તો ડાહ્યો શ્રીમંત તરત જ તે મકાન ઉતરાવી નાંખે, પડાવી નાંખે.
આ કોન્ફરન્સની ટીકા નથી, પણ આ તો સ્વરૂપદર્શન છે. અમે તો એ . ઇચ્છીએ છીએ કે, જૈન આગેવાનો એકત્ર થઈને ખૂબ વિચાર કરે, શાસ્ત્રષ્ટિએ દરેક વાતને ખૂબ ચર્ચે, વિચારોની આપ-લે કરે અને પ્રભુમાર્ગને દીપાવે. એમાં કોઈ જ ઇન્કાર ન કરે ! પૂર્વના આગેવાન જૈનો બધું જ કરતા હતા, એમની સામે એક શબ્દ પણ કોઈ બોલતું નહોતું, કારણ કે, એમને માટે ખાતરી હતી કે, તેઓ ધ્યેયથી આઘા જાય જ નહિ.
બૂટ પહેરીને મંદિરમાં તથા તીર્થભૂમિમાં કોઈ ગયું તો તે માટે લડત લડવામાં પણ, જૈન આગેવાનોએ લોહીનું પાણી કર્યું હતું અને ન્યાય પણ મેળવ્યો હતો અને ફરીથી એવું ન થાય એવો બંદોબસ્ત કરાવ્યો હતો, ત્યારે આજની હાલત એથી જુદી જ છે અને તે હાલત એ જ કે, “જૈનોના પૈસે સંસ્થા થાય, તે જ સંસ્થામાં જૈનોના પૈસે ભણનારા બૂટ પહેરીને શાસ્ત્રો ભણે' આ દશા આજે છે. બૂટ પહેરીને મંદિરમાં જવા બદલ જ્યારે પૂર્વના આગેવાનો લડ્યા અને ન્યાય મેળવ્યો, ત્યારે આજનાં “આગેવાન' કહેવરાવવાનો દાવો કરનારા કહે છે કે, “હવે એ વાતો નહિ ચાલે !” અને “વીસમી સદીની સુધરેલી સંસ્થાઓમાં એવા પ્રતિબંધો ન જ હોઈ શકે. એ બધી જૂનીપુરાણી વાતો આ જમાનામાં ન જ ચલાવી શકાય.' આવા આવા ઉદ્ગારો કાઢે છે !!
આવા “આગેવાન' નામધારીઓને કહી દેવું જોઈએ કે, “સંસ્થા શુદ્ધ સ્વરૂપે જીવે ત્યાં વિરોધ નથી, પણ “ધર્મસંસ્થાનું ઉપનામ ધરાવનારી કોઈપણ સંસ્થાના આગેવાન સંચાલકો કે તેનો લાભ લેનારા સંસ્થાને ધર્મની હિતશત્રુ બનાવી લે, એ કોઈપણ રીતે ન જ ચલાવી લેવાય. એવી સંસ્થાની આગેવાની - કરનાર, પોતાની જાતને “વિદ્વાન અને સંસ્થાને “સોને મઢેલી” કે “સર્વશક્તિસંપન્ન મનાવે, છતાં પણ જૈનોને તો એ ન જ જોઈએ.
આ તે જ શ્રી જિનશાસન છે, કે જે શાસને આગમના એક વચન માત્રનો