________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
તેમ કરવાનું જે કહીએ તે માનો !' પણ તે ઘેલાઓને ખબર નથી કે, એમ માનવા કાયદો ના પાડે છે.
૩૦૦
300
આ તો કાયદેસર રાજ્ય ! એમને પૂછી શકો છો કે, ‘આ કોન્ફરન્સ ભેગી થઈ, એ શા માટે ? ‘શ્રી જૈન શ્વેતાંબર (મૂર્તિપૂજક) કોન્ફરન્સ' આવું નામ શા માટે ? એ નામમાં પ્રથમ ‘જૈન’ શા માટે ? એટલા જ માટે કે, એમાં ઇતર આવે તો આપણી માન્યતા રીતસર પસાર ન થાય. ‘જૈન’ શબ્દથી ઈતર પ્રેક્ષક તરીકે આવી શકે અને સલાહ માંગીએ તો આપે, પણ એ વગર પૂજ્યે પોતાનું ડહાપણ ત્યાં ન જ ડહોળી શકે. પછી ‘શ્વેતાંબર' શબ્દ શા માટે ? દિગંબરને બાતલ ક૨વા માટે ! પછી ‘મૂર્તિપૂજક' શા માટે શ્વેતાંબરમાં પણ મૂર્તિ નહિ માનનારા મોજૂદ છે, તેઓને તેમાંથી બાતલ કરવા માટે આ શબ્દને વળગ્યા શાથી ? . હેતુથી, અને તે હેતુ એક જ કે, ચાલ્યા આવતા સનાતન નિયમ પ્રમાણે પ્રભુનો માર્ગ સચવાય, જૈનોમાં અજૈનત્વનો પ્રવેશ ન થાય અનેં પ્રભુમાર્ગનો યોગ્ય રીતે પ્રચાર થાય; આ જ માટે આ મંડળની સ્થાપના હતી ને ? ધર્મનિષ્ઠો આ જ હેતુથી એ તરફ વળ્યા હતા ને ! આથી જ આ મુદ્દો શ્રીસંઘના પ્રકરણને લગતો જ હતો અને એથી જ આપણે એને આ સ્થળે ચર્ચો છે.
શ્રીસંઘ નગ૨રૂપ છે, એટલે એ ધર્મીને આશ્રય આપે; ચક્રરૂપ છે એટલે વિષયકષાયરૂપ સંસારને છેદવાની ઇચ્છાવાળા ધર્મીના હાથમાં શ્રીસંઘ ચક્રરૂપ બને; શ્રીસંઘ ૨થરૂપ છે, એટલે અશક્ત ધર્મીને પોતા મારફત યોગ્ય સ્થાને પહોંચાડે; શ્રીસંઘ કમળરૂપ છે, એટલે કર્મરૂપ કાદવમાં પેદા થાય છે, ભોગરૂપ પાણીથી વધે, પણ એ બંનેથી અલગ ૨હે; શ્રીસંઘ ચંદ્રરૂપ છે, એટલે રાહુ જેવા છૂપા અને ખુલ્લા નાસ્તિકોથી બચાવી આખા જગતને શાંતિ પમાડે; શ્રીસંઘ સૂર્યરૂપ છે, એટલે તે પોતાનાં પ્રકાશમય કિરણોથી મિથ્યાત્વાદિકરૂપ મરકી આદિને ફેલાવનાર કુમતવાદિઓને પરાસ્ત કરે જ અને શ્રીસંઘ સાગરરૂપ છે, એટલે તે કદી ક્ષોભ ન પામે તેવો ગંભીર છે તથા એનો વિસ્તાર મોટો છે. નિમકહરામ અને બેવકૂફ ન બનો !
હવે આ પછી શ્રીસંઘને સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી,
શ્રી
૧. જે સંસ્થાના સંબંધમાં પૂ. વ્યાખ્યાનકારશ્રી કથન કરી રહ્યા છે, તે સંસ્થાનું નામ તો જો કે, ‘શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ' છે, પરંતુ એણે જાહેર કરેલું છે કે, એ શ્વેતાંબર મૂર્તિપૂજકોની કોન્ફરન્સ છે. વધુમાં દિગમ્બર અને સ્થાનકવાસીની કોન્ફરન્સ અલગ પણ છે, એટલે એ દૃષ્ટિબિંદુએ આ સંસ્થાને ‘જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ' માનીને પૂ. વ્યાખ્યાનકારશ્રીએ પ્રવચન કર્યું હતું.