________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
હું કહું છું કે, તમે અને અમે સ્વામીના નિમકહરામ નોકરો ન કહેવાઈએ માટે જ હું કહું છું કે, તમે પોતાને જૈન તરીકે મનાવી જેના સેવક હોવાનું કહેવરાવો છો, તો તેના નિમકહરામ નહિ પણ નિમકહલાલ સેવક બનો !
૨૬૨
262
શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરનારા ધર્મનું અપમાન કરનાર છે !
તારકોએ આપણને તારવા માટે ચીજ સમર્પી ! શ્રી તીર્થંકરદેવે કહી અને શ્રી ગણધરદેવે દ્વાદશાંગી ગૂંથી તથા આચાર્યોએ પ્રાણની પરવા વિના પર્ણ સાચવી, સાચવવા માટે ભયંકર તકલીફો વેઠી એવી તકલીફો આજે છે ક્યાં ? એમાંની થોડી પણ તકલીફ હોય, તો તો આજની ધર્મી ગણાતાઓનું મોઢું પણ ન દેખાય ! આવી તારક ચીજને ભસ્મીભૂત કરવાની વાત થાય; ત્યાં સુધી રૂંવાડું પણ ફરકે નહિ, એના જેવી અધમતા બીજી કઈ ? આટલે સુધી વાત પૃહોંચ્યા પછી પણ કારમું મૌન પકડનારા અને તિજોરીઓ ઉપર હાથ ફેરવ્યા કરનારા તથા પોતાનાં માન અને પોઝીશનની દરકાર કરવામાં શાસન પ્રત્યેની ફરજ ભૂલી જનારા અને તારક વસ્તુઓના નાશની વાત જાણ્યા પછી લક્ષ્મી વગેરેની ચીવટ રાખ્યા કરનારા, ખરેખર જ, પામેલા પણ ધર્મને હારી જનારા છે. ધર્મના સંરક્ષણ ખાતર તો સર્વસ્વનું સમર્પણ કરવું થવું જોઈએ.
માથા ઉપરની પાઘડી જાય તો ખબર પડે ! કોઈ લાખ લઈ ગયા. પછી આપવાની ‘ના’ કહે તો સૉલિસિટર પાસે નોટિસ અપાવે કે, ‘આથી જણાવું છું કે, આપી દે, નહિ તો બધાં પગલાં તારા ખરચે લઈશ !' ત્યાં સ્ટેમ્પ પણ ચોડો ને ! ત્યાં માનો છો કે, મૂળ અને ખરચ બધું મળવાનું છે ! અહીં એ ખોટા થવાના છે, એમ માનો છો શું ? લાખને માટે વકીલ, બૅરિસ્ટ૨, સૉલિસિટર તમામ ધમાલ; અને ધર્મને માટે એક પણ સુપ્રયત્ન નહિ એનું કારણ ? એ જ સૂચવે છે કે, ધર્મ પ્રત્યે સાચું મારાપણું આવ્યું નથી; નહિ તો આવા વખતે શાંતિ, ક્ષમા અને સમતાને નામે શક્તિ હોવા છતાં બેસી રહેનાર અને ઉપેક્ષા કરનાર પણ ધર્મનું અપમાન કરનાર છે !
સભા શાસન તો એકવીસ હજાર વર્ષ રહેવાનું છે ને ?
હા, શાસન તો અકવીસ હજાર વર્ષ રહેશે જ; પણ આવા સમયે શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરનારાઓ તો નાશક જ ગણાશે ! છોકરાને કોઈ ઉપાડી જાય, એને બચાવવા બાપ પ્રયત્ન ન કરે છતાં પેલો તેમાં ન ફાવવાથી છોકરાને છોડી દે એ વાત જુદી, પણ એથી કાંઈ બાપ રક્ષક તો ન જ ગણાય ને ? રોજ શેઠને સલામો ભરનારો નોક૨, શેઠના મકાનમાં કે પેઢીમાં આગ લાગે ત્યારે દૂર ઊભો રહે, અને પછી ભલે બંબાવાળાથી બધું બચે, પણ શેઠ તો નોકરને કહી જ દે કે, ઓળખી