________________
૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! - 23
રાજા કહે કે, ‘એવો અહીં કાયદો નથી, માટે નિઃસંકોચપણે તમે તમારો મત કહો !’
277
૨૭૭
પછી પેલો ઝવેરી જણાવે છે કે, ‘આ પહેલું મોતી, જેની કિંમત લાખ રૂપિયાની જણાવવામાં આવે છે, એને ભૂલેચૂકે પણ રાખશો નહિ; એની ફૂટી કોડીની પણ કિંમત નથી; ફૂટી કોડી આપીને પણ એ લેવા જેવું નથી; એ મોતી જ્યાં જાય ત્યાં બધું જ સાફ કરે એવું છે.
બીજું મોતી, જેના દશ હજાર કહે છે; એ ઠીક છે. એના બે હજાર ઓછા કે વત્તા ગમે તે આપો એ તમારી મરજી;
પણ ત્રીજું મોતી, કે જેને કિંમત વગરનું (નકામું) કહે છે, તે ખરેખર અમૂલ્ય એટલે કે કિંમૃત જ ન થઈ શકે તેવું છે; એને કોઈપણ રીતે જવા દેશો નહિ. માંગે તેટલું દ્રવ્ય આંપીને પણ એને લેજો !
બીજા મોતી માટે લાંબી પંચાત ન કરી, રાજાને ત્યાં એવા હિસાબ ન હોય, રાજાના ઝવેરી આ રીતે પૈસાદાર થાય. રાજાને પસંદ પડે એટલે એની કિંમત પાંચ હજાર, દસ હજાર જે કહે તે આપી દે; એ તો રાજા ! ચશ્માવાળાને ત્યાં પણ સામાન્ય આદમીને પાંચમાં મળે, એ જ ચશ્માના મોટા પાસેથી સો રૂપિયા પણ લે. મોટાને જુવે કે તરત કહે કે, ‘આપના જેવા માટે જ આ તો રાખેલાં છે, ખાસ પેબલનાં છે.’
પેંલા ઝવેરીને રાજાએ પરીક્ષા માટે પૂછ્યું, તરત ઝવેરીએ ચોખાનો ભરેલો થાંળ મંગાવ્યો, તેમાં પેલું છેલ્લું મોતી મૂક્યું કે, જેથી કોઈપણ પક્ષી એ થાળમાંના ચોખા ન લઈ શકયું; માત્ર થાળની ચારે બાજુ પ્રદક્ષિણા કર્યા કરી, પછી એ મોતી કાઢી લઈને પહેલું મોતી મૂક્યું કે તરત જ પક્ષીઓ બધા જ ચોખા ખાઈ ગયાં.
પેલા ઝવેરીએ કહ્યું કે, આ રીતે ‘જે પહેલું મોતી છે, તે ભંડારમાં મૂક્યું તો બધું સાફ થઈ જશે અને છેલ્લું મોતી મૂકશો તો સઘળાનું રક્ષણ અને વૃદ્ધિ થશે.’
આ દૃષ્ટાંત ઉપરથી વસ્તુ માત્રના પરીક્ષક બની માત્ર મતિકલ્પનાથી શ્રેય ન માનતાં, અનંતજ્ઞાનીઓની આજ્ઞાને અનુસરતું જીવન બનાવવાનો પરિશ્રમ કરવો એ જ ઇષ્ટ છે; કારણ કે, એમાં જ આત્માનું સાચું શ્રેય છે, આથી કલ્યાણના અર્થ આત્માએ, આજની કોઈપણ શબ્દમાત્રથી મોહક દેખાતી વાજ્રાળમાં ન ફસી જવાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ.