________________
28૩ - ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? -24 – ૨૮૩ ઊંડા ઉતારો. એ લોકો જો એમ કહેતા હોય કે, “સમાજમાં અનીતિ બહુ વધી ગઈ છે, ત્યાં સુધારો કરવો છે. વિષયવાસના વધી પડી છે, ત્યાં અંકુશ મૂકવો છે વગેરે,” તો એ બધા સુધારા અમને કબૂલ છે; એમ કહેનાર તો ડાહ્યા છે. એ ભલે પોતે પાપી હોય, ન સુધાર્યો હોય, પણ બીજાને સુધારવા ઇચ્છતો હોય, પોતાનું પાપ કબૂલતો હોય, તો એને પણ જૈનશાસનમાં અધિકાર (સ્થાન) દેવામાં આવે છે.
સભા: દ્રવ્યની પીડાથી શ્રાવકો પીડાય છે; એમ કહે છે.
માટે તો સાધર્મિક ભક્તિનું વિધાન કર્યું છે. સાત ક્ષેત્રોમાં શ્રાવક-શ્રાવિકાનું ક્ષેત્ર છે. આપત્તિયોગે ધર્મસાધનમાં સાધર્મિક ઢીલો થતો હોય, તો મદદ કરોને ! એને મદદ કરવાની શાસ્ત્રની છૂટ છે. એને તમારા પોતાનો જેવો સારો બનાવોને ! ના. ક્યાં છે ? જેમ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ, સાધુ તથા સાધ્વી એ પાંચ ક્ષેત્રોમાં પૈસાનો સદુપયોગ થાય છે, તેમ શ્રાવકશ્રાવિકા બેયમાં પણ થઈ શકે છે ! ખુશીથી કરવો જોઈએ.
શાસ્ત્ર તો મહાગહન છે. શ્રી જિનેશ્વરદેવોની દૃષ્ટિની વિશાળતાની સીમા નથી. અર્થ-કામને એ તો અનર્થકર માનતા હતા, પણ અર્થકામમાં રહેલો, ધર્મ માટે લાયક જ નથી, એમ એ તારકોએ નથી કહ્યું. જો એમ કહે, તો ગૃહસ્થ કોઈ ધર્મી રહે જ નહિ; ધર્મી થાય જ નહિ. એમ એ જાણતા હતા.
આ બધું છોડવા જેવું છે, એ વાત તો સાચી જ છે. આથી અર્થ અને કામને છોડવા જેવા માને એ પણ ધર્મી, કેમ કે, અંતે છોડવાનું તો નક્કી છે એમ એ માને છે, છોડીને બધા બંધનથી છૂટવું એ નક્કી છે અને એ માટે પ્રભુએ ધર્મની સ્થાપના કરી છે એમ એ માને; આ કારણે અર્થકામમાં રહેલા ધર્મને લાયક જ નથી એમ ભગવાને કહ્યું નથી.
સભાઃ અર્થ કામ મેળવવાની છૂટ નહિ ?
નહિ, જ, અર્થકામ અનર્થકર છે; એ ન છૂટે અર્થાત્ એનાથી ન છુટાય ત્યાં સુધી મુક્તિ થઈ શકે તેમ નથી, જેનાથી એ ન છૂટતા હોય, તે પણ એને છોડવા જેવા માને એ જ ધર્મ પાળવા માટે લાયક છે.
સભાઃ એ લોકો તો કહે છે કે, અર્થકામ મેળવવાની છૂટ છે.
એ લોકો દંભી છે, મૃષાવાદી છે, માયાવી છે, માયામૃષાવાદી છે ! એવાની વાત જવા દ્યો. સુધારાની વાતો હાંકનારને કહો કે, તમારી સ્કીમ રજૂ કરો;
ધ્યેય, હેતુઓ ઉદ્દેશો લખીને આપો !” હવે એમની સાથે લેખિત વાત માંગજો, નહિ ફાવે કે તરત તેઓ ફરી જશે.