________________
૨૯૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ –
296 પણ નથી મળતી; પાપની વાસના જાગવી એ પણ પાપોદય છે, માટે હવે સારા સંસર્ગમાં ચાલ્યો જા, કાયમ સારા સંસર્ગમાં રહે, સારું ભણ, ખાનપાન સુધાર કે, જેથી વિષયવાસના ન વધે, મંદ પડે અને પરિણામે નાશ પામે.”, સભાઃ આ તો કહે છે કે, અમે અમારા ધારેલામાં આગળ વધીએ અને અમને
સારાનું સર્ટિફિકેટ આપો. આથી જ પ્રભુશાસનના પ્રેમીઓને તેઓ સાથે વિરોધ છે. બાકી .. ગામેગામના જૈનો ભેગા થાય, એ તો આનંદનો વિષય છે. શ્રી જિનેશ્વરદેવને પૂજનારા અનેક ગામના ભેગા થાય, ત્યાં કોને આનંદ ન થાય ? સહુને જ ' થાય. પણ આ લોકોની તો દશા જ ઊંધી છે, માટે જ કહું છું કે, “પહેલાં તો એ * જ પૂછો કે, “આપણે જૈન ખરા કે નહિ ?” “હા” કહે તો કહો કે, “જો આપણે જૈન હોઈએ, તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને પાળવાની આપણી પહેલી ફરજ છે, ન પાળી શકીએ એવી કમનસીબી હોય તો આપણાથી વિરુદ્ધ વર્તાવ ન થઈ . જાય, એવો અંકુશ તો આપણે આપણી જાત ઉપર મૂકવો જ જોઈએ.” સભાઃ જો કોન્ફરન્સ ભરનારાઓ એટલું માને, તો તો તેઓને આનંદપૂર્વક
વધાવી લેવાય, પણ તેઓને તો એ માનવું જ નથી; તેઓ તો કહે છે કે,
અમારે તો ગમે તે રીતે વર્તીને પણ સમાજનો સુધારો કરવો છે ! અમારે તો સમાજનો સુધારો કરવો છે એમ કહેનારાઓને પૂછો કે, ‘તમે જે સમાજનો સુધારો કરવા માંગો છો, તે સમાજ કયો ? જૈનોનો કે ઇતરનો ? જૈનોનો સમાજ એટલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરનારો અને ન અનુસરાય તો વિરુદ્ધ તો નહિ જ વર્તનારો એ જ કે બીજો ? જો એ જ, તો એવા અનુપમ સમાજનો સુધારો જૈનત્વ જાળવીને થાય કે બગાડીને ? શાહુકારીમાં સુધારો કરવો હોય, તો ઠરાવો શાહુકારીના થાય કે દેવાળિયાપણાના ? રોજ બે-પાંચ પેઢી તૂટતી હોય અને એમ લાગે કે, “જો રોજ આમ ચાલશે તો કાળું તિલક વહોરવું પડશે તો વેપારીઓ શાહુકારી વધે એવા ઠરાવો કરે કે “બધાય નાદારી નોંધાવે એવા ઠરાવો કરે ?
જૈનસમાજમાં સુધારા કરવાની વાતો કરનારાઓએ સમજવું જોઈએ કે, તે સમાજને સુધારવા માટે પ્રથમ પોતે જ સુધરવું જોઈશે; એટલે કે સ્વચ્છંદતા તથા ઉચ્છંખલતા છોડી આજ્ઞાધારક થવું પડશે.” જૈનસમાજ, એ દુનિયાના ઇતર સમાજો કરતાં કોક જુદો જ સમાજ છે. હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુસ્તાની, ગુજરાતમાં રહે તે ગુજરાતી, કાઠિયાવાડમાં રહે તે કાઠિયાવાડી પણ સમાજ તો જૈન ને ? સુધારો તો જૈનસમાજનોને ? બહાર બીજા ઉપર જૈન