________________
290
૨૯૦
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ નથી કર્યો; કહ્યું છે કે, “અમને આમ લાગે છે. પણ તત્ત્વ તુ સ્કિનો વિન્તિા - તત્ત્વ કેવળી જાણે !”
જેને પોતાના તારક ઉપર પ્રેમ નથી, જેઓ પોતાના તારકને કલંકિત કરે છે. તેઓ સુધારા શું કરશે ? જે બિચારા આવા ટોળાને આધીન થયા છે, તે પણ જરા જુદું બોલશે એટલે એમને પણ ઉડાવી દેશે એમાંના આ છે. પેલો તો “મિયાં ન રહ્યા ઇધર કા ઔર ન રહ્યા ઉધર કા' એ દશા છે. એ ટોળાના લોકો તો માબાપને પણ છોડી દે એવા છે. ભગવાન છોડ્યા, આચાર્ય છોડ્યા, આગમ છોડ્યા, અને પોતે લખેલું પણ ભૂલવું પડ્યું, લીંપણ કરવું પડ્યું. આ દશા , આવી! પહેલાં લખેલું તે આ જ આશયથી લખેલું એમ હવે કહેવું પડે છે. એ જ . લખે છે કે, “બાળદીક્ષા અગત્યની છે, વ્યવહારમાં પણ સારા બનાવવા માટે બાલ્યવયમાં જ ભણાવવા મુકાય છે, તો ધર્મના વિશાળ સાહિત્યનું શિક્ષણ આપવા માટે બાલ્યવયથી જ શરૂઆત થવી જોઈએ. બાલ્યવયની દીક્ષા સામો ઘોંઘાટ ખોટો છે.” આવું એ પોતે લખે છે અને સાત-સાત વર્ષની દીક્ષાનું લીસ્ટ કર્યું છે.
હવે કોઈ પૂછે છે, ત્યારે કહે છે કે, “ખ્યાલ બહાર નથી, તે વખતના અને આ વખતના આશયમાં ભેદ નથી.” આથી હજી પણ હું કહું છું કે, પ્રભુના આગમને આવું મૂકનારાની ભયંકર દશા થાય છે. પોતાની નામના ખાતર પ્રભઆજ્ઞાની અવગણના કરનારની એવી અવગણના થવાની છે, કે જેનો કોઈ આરોવારો નહિ હોય.