________________
261 – ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22 – ૨૯૧ સધી શ્રીજિનેશ્વરદેવના શાસનની વાસ્તવિક સેવા ન થાય. “ધર્મ, વગર પૈસાનો” એ વાત સાચી, પણ પૈસા રાખવાની ભાવના તો ન જ જોઈએ. અકસ્માતુ નહિ, પણ ઇરાદાપૂર્વક પૈસા વિનાના થવાની ભાવના જોઈએ. જેને ધર્મ પૂરો ગમે, તે તો પૈસાને ઠોકર મારે, શરીરને વહેતું મૂકે, શિલા ઉપરથી ગબડતું પણ મૂકે અને રોળાવા પણ દે; પણ આગળ પરવસ્તુઓની કશી જ પરવા ન હોય ! તાકાત ન હોય તો ભગવાન કેસર નથી માંગતા, પણ પૈસા વિનાના થવાની ભાવના તો જરૂર માંગે છે. અનાજ ન હોય તો સાધુને ન દેવાય તે ચાલે, પણ એમના જેવું ભિક્ષુકપણે તો માંગવું જ પડે. નામના બધી કરવી અને કાર્યવાહીમાં મોટું મીઠું, એ કેમ ચાલે ? હૃદયમાં બરાબર આ ધર્મ વસ્યા પછી લક્ષ્મીની, બંગલાની, ઘરની, પેઢીની; આબરૂની કે નાકની-કશાની પરવા ધર્મ આગળ ન હોય ! શ્રી આનંદઘનજી મહારાજ, ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં કહે છે કે
“ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ-અરપણા રે, આનંદઘન પદ રેહ. ૬.
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે.” - ચિત્તની પ્રસન્નતા એટલે શું ? દેરાસરમાં હસતો હસતો આવે છે ? લાખ મળ્યા, બાયડી પરણ્યો માટે હસતો હસતો આવે છે ? નહિ, આ પ્રસન્નતા છે કે, દુનિયાની એક પણ વસ્તુ ચિત્તને ચલાયમાન ન કરે. નાથને કહે કે, “હું તારો અને તું મારો એટલે ! તારી ખાતર બધું છોડવા તૈયાર ! આગળ તો રાજાના નોકર પણ એવા હતા. વિશ્વાસપાત્ર હોય તે જ રાજાના રક્ષક હોય, રાજાની રક્ષા માટે પોતાના પ્રાણની પણ એ પરવા નહોતા કરતા.
એક રાજાના કેદ થયા પછી, તે રાજાના બે વિશ્વાસુ નોકરો પોતાને ઘેર આવ્યા. તે નોકરોની માતાએ તેમને કહ્યું કે, “મારે પેટે તમે ક્યાં પાક્યા ? તમારો માલિક જેલમાં હોય અને તમે ઘેર પાછા આવ્યા ? પછી તે નોકરો પોતાના માલિક પાસે પહોંચ્યા અને કહ્યું કે, “પધારો !! જો કે, રાજાએ આવવાની ના પાડી અને કહ્યું કે, તમે વિશ્વાસપાત્ર છો.” થોડા રૂપિયાના પગારદાર પણ આવા નિમકહલાલ હતા.
તમે તમારી શક્તિ ખર્ચો ! એક આદમીની શક્તિના ખર્ચમાંથી હજારો પાકશે ! ફળ પાક્યા પછી બીજ વાવું એવી વાતો ડાહ્યો ન કરે ! ઘરનું બીજ લાવીને જમીનમાં વાવે અને પોષે તે પછી ફળ મળે. પ્રભુમાર્ગને સાચો માન્યો, લક્ષ્મીને અસાર અને જનારી માની, શરીરને નાશવંત માન્યું, પછી પ્રભુમાર્ગને સાચેસાચ ભસ્મીભૂત કરવાની વાત થાય ત્યાં સુધી યોગ્ય ફરજ ન બજાવાય, તો