________________
૨૭૪
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
આ ભાવનાના યોગે જ એ જૈન કહેવાણા. “ગાદીએ બેસવું કે નહિ ?' એવું એ પ્રભુને કે પ્રભુના મુનિને પૂછવા નહોતા ગયા અને જ્યારે ભરત મહારાજાના અઠ્ઠાણું ભાઈઓ પૂછવા ગયા, ત્યારે ભગવાને જુદી જ વાત કહી અને તે એ કે
તમે બોધ પામો, કેમ બોધ નથી પામતા ? રત્નત્રયીની પ્રાપ્તિરૂપ જે સંબોધિ, તે ધર્મ નહિ આચરનાર આત્માઓ માટે પરલોકમાં દુર્લભ જ છે.” - .
આ રીતે અનેક પ્રકારે ઉપદેશ આપી એ અઠ્ઠાણુંય પુત્રોને રાજ્યાદિકનો ત્યાગ કરાવી પરમ સંયમધર બનાવ્યા. આથી સ્પષ્ટ જ છે કે, જેઓ રાજ્યાદિ સમગ્ર સંસારને ત્યાજ્ય માને અને એક મુકિતના જ ઇરાદે સંયમધર થાય અગર સંયમને ઉપાદેય માને તેનામાં જ જૈનત્વ ટકે.
સંસારને ઉપાદેય માની રાજ્યાદિકની પ્રાપ્તિમાં ઉદય માનનારા અને સંયમ આદિનો રાજ્યાદિની પ્રાપ્તિ માટે ઉપયોગ કરનારા જૈનત્વથી ઘણા જ દૂર છે ! એવાઓએ “જૈન” અને તે પણ “જાણકાર જૈન' હોવાનો દાવો કરી જૈનત્વને ટકાવવાના પ્રશ્ન કરવા, એ એક જાતની જાળ બિછાવવા જેવું નથી શું ? અને એ જાળને અખંડિત રાખવા માટે સાધુપુરુષોને અજ્ઞાન તરીકે ચીતરવા, એ ભયંકર નીચતા ખરી કે નહિ ? અને સાધુપુરુષોને આરંભના અખતરાઓ કરવાના પ્રશ્નો કરવા એ તો “અબુધચક્રવર્તિતા છે એમ કહેવું શું વધારે પડતું છે?
સાધુપુરુષો આગળ મહાવ્રતોની, અણુવ્રતોની, સમ્યગુદર્શનની અને માર્ગાનુસારિતાદિકની ચર્ચા કરવાને બદલે, જાણકાર જૈન કહેવરાવીને કોઈ જુદી જ ચર્ચાઓ ઊભી કરવી, એ શું નાનીસૂની અજ્ઞાનતા છે ? જૈનત્વ તે પાપના વિરામમાં છે કે પાપની પ્રવૃત્તિમાં છે. સર્વવિરતિ, દેશવિરતિ અને સમ્યગુદર્શનમાં જૈનત્વ છે કે રાજ્યાદિની પ્રવૃત્તિમાં જૈનત્વ છે ? જેમાં જૈનત્વ છે, તેની તો ચિંતા જ નહિ અને આડીઅવળી ચર્ચામાં રસનો પાર નહિ, એ જ -જૈનત્વનો અભાવ સૂચવનાર વસ્તુ છે. શ્રી જૈનદર્શન કોઈને મારવાનું કહેતું જ નથીઃ
ખરેખર, વાદ પણ તત્ત્વના અર્થીની સાથે થઈ શકે છે; નહિ કે વિતંડાવાદીની સાથે ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં ધર્મ માનનારા, કોઈપણ જીવને મારવાની
૧. “સંયુક્ત જિંર કુદ, સંવોદિ ઘણુ વેવ કુવા "
- શ્રી વેરાગ્યશતક લોક ૭૩