________________
૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! -23
જે સ્થાને મરજી મુજબ બેસવું છે ત્યાં પૂછવું શું ? રાજ્ય કરવું કે નહિ, ગૃહસ્થાઈ કરવી કે નહિ, અમુક સ્થાને બેસવું કે નહિ, એ બધું કહેવા જૈનશાસન બંધાયેલું નથી. શ્રી જૈનશાસન તો સાફ સાફ કહે છે કે, ‘સંસાર અસાર છે, આયુષ્ય ચંચલ છે, જગતના પદાર્થો અનિત્ય છે તથા આત્માથી પર છે, માટે સર્વવિરતિધર થવું જોઈએ, સર્વવિરતિધર ન થવાય તો દેશિવરતિધર થવું જોઈએ અને તે પણ ન થવાય તો સમ્યગ્દષ્ટિ વગેરે થવું જોઈએ.' જે શાસન એ પ્રમાણે સ્પષ્ટ વાત કહે, તે શાસનમાં ‘હું રાજા વગેરે થઉં કે નહિ ?’ આવા આવા પ્રશ્નો કરવા એનો અર્થ શો ? જેને રાજ્યાદિકનો લોભ ન છૂટતો હોય, ભોગની ગુલામી ગમતી હોય, તેનું તે જાણે; પણ એ વાતોના પ્રશ્નો અહીં શા માટે ? જૈનપણું ક્યારે ટકે ?
સભા આવું આવું કોણ પૂછે છે ?
‘જૈન ધર્મપ્રકાશ'માં સૉલિસિટર મોતીચંદ ગિરધરભાઈ કોઈ વ્યક્તિની ઓથમાં રહીને પૂછે છે ! એમના જેવા માણસો સિવાય સાધુપુરુષોની છૂટથી અવગણના બીજું કોણ કરે ? છૂટથી સાધુપુરુષોને નિંદવાનું કામ બીજાઓ પ્રાયઃ ન કરી શકે !
273
૨૭૩
એ વાત સાચી છે કે, શ્રી જૈનશાસનમાં થયેલા શ્રીકુમારપાલ, રાજા હોવા છતાં અને શ્રી વસ્તુપાલ, તેજપાલ તથા વિમલશા મંત્રીવર હોવા છતાં, એમનું જૈનત્વ રહ્યું છે. કોઈ પૂછે કે, ‘રાજ્યાદિ ક૨વા છતાં એમનું જૈનત્વ કેમ ન ગયું ?’ તો જવાબ એ છે કે, “મહારાજા શ્રીકુમારપાળ રાજા હોવા છતાં પણ તે પુણ્યાત્મા ‘રાજ્ય એ જ સર્વસ્વ છે, રાજ્યમાં કલ્યાણ છે, બધાએ રાજ્ય ક૨વું જ જોઈએ' એમ નહોતા કહેતા કે નહોતા માનતા. મંત્રીશ્વર વસ્તુપાળ, તેજપાળ તથા વિમળશા પણ એ પદવીને વખાણતા નહોતા.
ભરત મહારાજા તો પ્રભુના શાસનમાં પહેલે નંબરે છે ને ? હા, તો એ શાથી ? છ ખંડના માલિક હતા માટે ? નહિ જ, કારણ કે, જ્યારે શ્રી બાહુબલિજી સાથેના યુદ્ધમાં હાર્યા ત્યારે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે
“રાજ્ય એ સંસારરૂપી વૃક્ષનું બીજ છે, એમ જે ન માને તે અધમ છે અને તેઓમાં પણ હું અધમ છું; કારણ કે, જાણવા છતાં પણ છોડી શકતો નથી.”
૧. રાખ્યું મવતરોર્નીન, ચેન નાનન્તિ તેડથમાઃ ।
तेभ्योऽप्यहं विशिष्ये, तदजहानो विदन्नपि ।।७५२ ।।
- ત્રિષષ્ટિ, શ. પુ. ચ. પર્વ-૧, સર્ગ-૫ |