________________
૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! - 23
૨૭૫
“વાાવપિ તિ ગ્રાહ્યમ્” ‘બાળક પાસેથી પણ હિત ગ્રહણ કરવું' એ ન્યાયે શ્રાવક સમુદાય પણ, જો પ્રભુની આજ્ઞા મુજબની સલાહ સાધુઓને આપે તો સાધુઓ પણ તે સલાહ માનવાને બંધાયેલ છે. યદ્યપિ સાધુ-સાધ્વી પૂજ્યકોટિનાં છે, તથાપિ શ્રાવક-શ્રાવિકાની પ્રભુ-આજ્ઞાનુસારિણી સલાહને જો તેઓ ન માને, તો જરૂર તેઓ ભૂલ કરે છે, એ તદ્દન શંકા વિનાની વાત છે. કોઈપણ સુવિહિત સાધુનો એવો આગ્રહ જ નથી કે, શ્રાવક સમુદાયની સલાહ માનવી જ નહિ. પ્રમાદ તથા છદ્મસ્થતાના યોગે સાધુ-સાધ્વી પણ ભૂલે અને એ જ કારણે, પ્રભુઆજ્ઞાને અનુસરતી સલાહ, જે શ્રાવક-શ્રાવિકા આપે, તેને સાધુ-સાધ્વી પણ માનવા બંધાયેલ છે. શ્રાવક-શ્રાવિકાને સાધુ-સાધ્વીનાં માબાપની કોટિમાં પણ એ જ કારણે મૂક્યાં છે. જેમ માતા-પિતા બાળકની રક્ષા કરે, તેમ શ્રાવક-શ્રાવિકારૂપી માતા-પિતા પણ સાધુ-સાધ્વીના સંયમની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ વગેરે કરે.
265
શ્રાવક-શ્રાવિકા તે કહેવાય કે, જે પૂ. સાધુ-સાધ્વીને પોતાનાં તા૨ક માની તે તારકોને આજ્ઞા કરવાનું હૃદયથી પણ ન ઇચ્છે, ઉપરથી નિરંતર તેઓની આજ્ઞા ઉઠાવવા માટે જ સજ્જ રહે. અમે તો ઇચ્છીએ છીએ કે, સાચા શ્રાવકો અમારા સલાહકાર તથા સહાયક બને. અમારે જે કામ કરવું છે, તેમાં શ્રાવકો સહાયક બને. એમાં હ૨કત શી ? બેયને પ્રભુનો માર્ગ પાળવાનો છે, સેવવાનો છે અને જગતમાં પ્રચારવાનો છે, એ કામમાં આગમને અનુસરી વર્તવું, એ જ ઇષ્ટ છે. આથી સ્પષ્ટ છે કે, આગમની મર્યાદાને સ્વીકારે, તે જ શ્રીસંઘ પૂજ્યકોટિમાં આવી શકે. મર્યાદાહીનપણું આ શાસનમાં ન જ ચાલી શકે. · જે ધર્મીને સહાયક બને, તે જ સંઘ ઃ
શ્રીસંઘરૂપ નગર ધર્મી માત્રને આશ્રય આપે. નગર તે કહેવાય કે જે યોગ્ય માત્રને આશ્રય આપે. જે ધર્મીને આશ્રય ન આપે, તે શ્રીસંઘ નથી. શાહુકારનું રક્ષણ નગરમાં થાય, જંગલમાં ન થાય; જંગલમાં તો લુંટાઈ જાય.
શ્રીસંઘરૂપ નગ૨માં ૨હેવા ઇચ્છનાર, વિષય-કષાયરૂપ સંસારને છેદવાની ભાવનાવાળો જ હોય. એવા ધર્મીના હાથમાં શ્રીસંઘ ચક્રરૂપ થઈને બેસે, ત્યાં શ્રીસંઘ ચક્રનું કામ કરે. આવા સંઘોને નહિ પૂજવાનું કયો હીણકર્મી કહે ?
સંસારરૂપ અરણ્યમાં આથડતા, આપત્તિમગ્ન અને સાધનહીન ધર્મીને ઇષ્ટસ્થાને પહોંચાડવા માટે શ્રીસંઘ, એ રથ સમાન છે; પોતામાં બેસાડીને મોક્ષમાર્ગની મુસાફરી કરાવનાર છે. ‘મોક્ષમાર્ગે જવા નીકળ્યા અને ઠેકાણું તો છે નહિ !' એવું શ્રીસંઘ ક્યારેય પણ કહે ? શ્રીસંઘ તો ન જ કહે. શ્રીસંઘ આગળ