________________
245
--
- ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા - 21 –
૨૪૫
સભા બેય લોકમાં ઉપયોગી જ્ઞાન કયું? “પરલોકમાં ઉપયોગી જ્ઞાન તે આ લોકમાં તો ઉપયોગી છે જ. એના જ યોગે સાધુઓ આનંદપૂર્વક જીવી શકે છે, અપૂર્વ શાંતિ ભોગવી શકે છે અને અશાંતિનો એક અંશ પણ તેઓને સ્પર્શી શકતો નથી. પરલોકને સુધારનારું જ્ઞાન, આ લોકને પણ સુધારે જ છે. કેવળ આ લોકની સાધનામાં જ જોડનારું જ્ઞાન તો પરલોકનું સત્યાનાશ વાળે છે. વધુમાં આ લોકની સાધનામાં જોડનારા જ્ઞાનમાં આ લોકની સાધના કરાવવાની તાકાત છે જ એમ પણ કહી શકાય તેમ નથી, કારણ કે, ઘણાયે ભણેલા ભીખ માંગે છે. “એમ તો સાધુ પણ ભીખ ક્યાં નથી માંગતા ?' આ પ્રમાણે કહેનારાઓને કહી શકો છો કે, “સાધુઓનો ભિક્ષાધર્મ તો લોકોત્તર છે, તેઓ “અન્નદાતા આપોને !” એમ નથી કહેતા કે કોઈની દાઢીમાં હાથ પણ નથી ઘાલતા.” રોટલા માટે દાઢીમાં હાથ ઘાલનારા સાધુઓ તો સાધુતાનું પણ સત્યાનાશ વાળનારા છે. ધર્મ માટે કર્યું શું?
જેને સંસાર મીઠો લાગે અને સંસાર તજવાની વાત કરનારને જે કરડવા ધાય, તેને ધર્મ સાંભળવાનો પણ અધિકાર નથી. ઉપકારીઓએ તમારે માટે એવાં સૂત્રો યોજ્યાં છે, એવી પ્રાર્થના મૂકી છે અને ગુજરાતી વગેરે ભાષાઓમાં પણ એની એવી ગોઠવણ કરી છે કે, એમાંથી જ બધું પમાય; છતાં પામી નથી શકતા; એ ઓછા દુઃખની વાત છે ? ઇતરમાં તો ફરજિયાત પૈસા દઈને ગુરુ કરાય છે અને ધર્મ લેવાય છે. “અમુક દ્રવ્ય આપો તો જ કંઠી બંધાય વગેરે રિવાજ છે. પૈસા આપીને પણ ધર્મ તો લેવો જ જોઈએ, એવો કાયદો છે.' આવું છતાં પણ જો તેઓ તેમ કરીને પણ ધર્મને ખીલવતા હોય, તો આવા નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ વિતરાગના શાસનને પામેલામાં કેટલો ધર્મપ્રેમ હોવો જોઈએ ? માટે નિરંતર વિચારો કે, આપણે ધર્મ માટે કર્યું શું? ' “નાહવાના પાણીની ગોઠવણ છે માટે નાહવા અને ચાંલ્લા માટે દહેરાસર આવનારા, પણ પૂજા માટે નહિ એવાઓની સંખ્યા આજે કેટલી છે ? ઇતર કુળમાં જન્મેલા ધર્મની પ્રાપ્તિ માટે આતુર બને અને જેનકુળમાં જન્મેલા ધર્મની પ્રાપ્તિથી બેદરકાર બને, એ જેવો-તેવો પાપોદય નથી. કરણીય વસ્તુની સાધનામાં અરુચિ, એ જ અધઃપાતની આગાહી છે. આજે પારકા પાણીએ શરીરની પૂજા કરી અને પારકા કેસરથી તિલક કરવા દ્વારા પોતાની જાતને જૈન તરીકે ઓળખાવી “આવાં આવાં સુંદર મંદિરોની શી જરૂર છે અને મંદિરમાં આવા ઠાઠમાઠ શા તથા પૂજન માટે અમુક અમુક સુંદર વસ્તુઓની